________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪૮ ]
[ મોક્ષશાસ્ત્ર ત્યાં પણ જ્ઞાનની અપૂર્ણતાનો વિકલ્પ હોઈ શકે નહિ. આ રીતે તેમને અજ્ઞાન (જ્ઞાનની અપૂર્ણતા) હોવા છતાં તેનો પરિષહજય વર્તે છે. એ જ પ્રમાણે તે ગુણસ્થાનોએ અશન-પાનના પરિષહજય સંબંધી સિદ્ધાંત પણ સમજવો.
૫. આ અધ્યાયના ૧૬ મા સૂત્રમાં વેદનીયના ઉદયથી ૧૧ પરિષહ કહ્યા છે. તેનાં નામ-૧. સુધા, ૨. તૃષા, ૩. શીત, ૪. ઉષ્ણ, ૫. દંશમશક, ૬. ચર્યા, ૭. શય્યા, ૮. વધ, ૯. રોગ, ૧૦. તૃણસ્પર્શ અને ૧૧. મળ.
દસ-અગીયાર અને બારમાં ગુણસ્થાને જીવને પોતાના સ્વભાવથી જ આ અગીઆર પરિષહોનો જય વર્તે છે.
૬. કર્મનો ઉદય બે પ્રકારે હોય છે. પ્રદેશઉદય અને વિપાકઉદય, જ્યારે જીવ વિકાર કરે ત્યારે તે ઉદયને વિપાકઉદય કહેવાય છે અને જીવ વિકાર ન કરે તો તેને પ્રદેશઉદય કહેવાય છે. આ અધ્યાયમાં સંવર-નિર્જરાનું વર્ણન છે. જીવ જો વિકાર કરે તો તેને પરિષહું જય થાય નહિ અને સંવર-નિર્જરા થાય નહિ. પરિષહજયથી સંવરનિર્જરા થાય છે. દસ-અગીઆર અને બારમા ગુણસ્થાનોએ અશન-પાનનો પરિષહજય કહ્યો છે, તેથી ત્યાં તે સંબંધી વિકલ્પ કે બાહ્ય ક્રિયા હોતા નથી.
૭. પરિષહજયનું આ સ્વરૂપ તેરમાં ગુણસ્થાને બિરાજતાં તીર્થકર ભગવાન અને સામાન્ય કેવળીઓને પણ લાગુ પડે છે. તેથી તેમને પણ સુધા, તૃષા વગેરેના ભાવ ઉત્પન્ન થાય જ નહિ અને અશન-પાનની બાહ્યક્રિયા પણ હોય નહિ. જો તે હોય તો પરિષહજય કહેવાય નહિ; પરિષહજય તો સંવર-નિર્જરાનું કારણ છે. જો સુધા તૃષા વગેરેના વિકલ્પ હોવા છતાં સુધાપરિષહજય તૃષાપરિષહજય વગેરે માનવામાં આવે તો પરિષહજય સંવર-નિર્જરાનું કારણ ઠરશે નહિ.
૮. શ્રી નિયમસારની છઠ્ઠી ગાથામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે-૧. ક્ષુધા, ૨. તૃષા, ૩. ભય, ૪. રોષ, ૫. રાગ, ૬. મોહ, ૭. ચિંતા, ૮. જરા, ૯. રોગ, ૧૦. મરણ, ૧૧. સ્વેદ, ૧૨. ખેદ, ૧૩. મદ, ૧૪. રતિ, ૧૫. વિસ્મય, ૧૬. નિદ્રા, ૧૭. જન્મ અને ૧૮. ઉદ્ધગ-એ અઢાર મહાદોષ આમ અહંત વીતરાગ ભગવાનને હોતા
નથી.
૯. ભગવાને ઉપદેશેલા માર્ગથી નહિ ડગતાં તે માર્ગમાં લગાતાર પ્રવર્તન કરવાથી કર્મના દ્વાર બંધ થાય છે અને તેથી સંવર થાય છે, તથા પુરુષાર્થના કારણે નિર્જરા થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, માટે પરિષહ સહવા યોગ્ય છે.
૧૦ પરિષહનું સ્વરૂપ અને તે સંબંધી થતી ભૂલ પરિષહજયનું સ્વરૂપ ઉપર કહેવાઈ ગયું છે કે સુધાદિ લાગતાં તે સંબંધી વિકલ્પ પણ ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com