________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૯ ].
| [ ૫૪૯ ઉઠવો તેનું નામ પરિષહજય છે. ક્ષુધાદિ લાગતાં તેના નાશનો ઉપાય ન કરવો તેને કેટલાક જીવો પરિષહસહુનતા માને છે, પણ તે મિથ્યા છે. સુધાદિ દૂર કરવાનો ઉપાય ન કર્યો પરંતુ અંતરંગમાં તો સુધાદિ અનિષ્ટ સામગ્રી મળતાં દુ:ખી થયો તથા રતિ આદિનું કારણ (-ઈષ્ટ સામગ્રી) મળતાં સુખી થયો એવા દુઃખ-સુખરૂપ પરિણામ છે તે જ આર્ત-રૌદ્રધ્યાન છે; એ ભાવોથી સંવર કેવી રીતે થાય? અને તેને પરિષહજય કેમ કહેવાય? જો દુઃખના કારણો મળતાં દુઃખી ન થાય તથા સુખના કારણો મળતા સુખી ન થાય, પણ જ્ઞયરૂપથી તેનો જાણનાર જ રહે તો જ તે પરિષહજય છે. || ૮ાા
પરિષહના બાવીસ પ્રકાર क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाऽज्ञानाऽदर्शनानि।।९।।
અર્થ- [ સુત પિપાસા શીત ૩UT વંશમશ] સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક, [નાન્ય અરતિ સ્ત્રી વર્ધા નિષથી શય્યા] નાન્ય, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષધા, શય્યા, [ભાદ્રોશ વધ યાવના અનામ રો] ] આક્રોશ, વધ, યાચના અલાભ, રોગ, તૃણસ્પર્શ, [મન સર્વકારપુરાર પ્રજ્ઞા ગજ્ઞાન પ્રદર્શનાનિ] મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન-એ બાવીશ પ્રકારના પરિષહ છે.
ટીકા ૧. આઠમા સૂત્રમાં આપેલા “પરિસોઢવ્ય:' શબ્દનું અવતરણ આ સૂત્રમાં સમજવું; તેથી દરેક બોલની સાથે “પરિસોઢવ્યા:' શબ્દ લાગુ પાડીને અર્થ કરવો એટલે કે આ સૂત્રમાં કહેલા બાવીશ પરિષહો સહન કરવા યોગ્ય છે. જ્યાં સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ચારિત્રદશા હોય ત્યાં પરિષહનું સહન હોય છે. મુખ્યપણે મુનિદશામાં પરિષહજય હોય છે. અજ્ઞાનીને પરિષહજય હોય જ નહિ, કેમ કે પરિષહજય તે તો સમ્યગ્દર્શનપૂર્વકનો વીતરાગભાવ છે.
૨. અજ્ઞાનીઓ એમ માને છે કે પરિષહ સહન કરવા તે દુ:ખ છે પણ તેમ નથી; “પરિષહ સહન કરવા તેનો અર્થ દુઃખ ભોગવવું એમ થતો નથી. કેમ કે જે ભાવથી જીવને દુઃખ થાય તે તો આર્તધ્યાન છે અને તે પાપ છે, તેનાથી અશુભબંધન છે અને અહીં તો સંવરના કારણોનું વર્ણન ચાલે છે. લોકોની દષ્ટિએ બાહ્ય સંયોગ ગમે તેવા પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય તોપણ દ્વેષ કે રાગ થવા ન દિવો એટલે કે વીતરાગભાવ પ્રગટ કરવો તેનું જ નામ પરિષહજય છે-અર્થાત્ તેને જ પરિષહજય સહન કર્યા કહેવાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com