________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
અ. ૯ સૂત્ર ૮ ]
[ ૫૪૭
૨. દસમા સૂત્રમાં કહ્યું છે કે, દસ-અગીઆર અને બારમા ગુણસ્થાને બાવીસ પરિષહોમાંથી આઠ તો હોતા જ નથી એટલે તેને જીતવાપણું નથી, અને બાકીના ચૌદ પરિષહ હોય છે તેને તે જીતી લે છે એટલે કે ક્ષુધા, તૃષા વગેરે પરિષહોથી તે ગુણસ્થાનવર્તી જીવો હણાતા નથી પણ તેના ઉ૫૨ જય મેળવે છે અર્થાત્ તે ગુણસ્થાનોએ ક્ષુધા, તૃષા વગેરે ઉત્પન્ન થવાના નિમિત્તકા૨ણરૂપ કર્મનો ઉદય હોવા છતાં તે નિર્મોહી જીવો તેમાં જોડાતા નથી, તેથી તેમને ક્ષુધા, તૃષા વગેરે સંબંધી વિકલ્પ પણ ઊઠતો નથી; એ રીતે તે પરિષહો ઉપર તે જીવો સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરે છે. આથી તે ગુણસ્થાને વર્તતા જીવોને રોટલા વગેરેનો આહાર, પાણી વગેરે લેવાનું હોતું જ નથી એવો નિયમ છે.
૩. પરિષહ સંબંધે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે, સંકલેશ રહિત ભાવોથી પરિષહોને જીતી લેવાથી જ સંવર થાય છે. જો દસ-અગીઆર તથા બારમા ગુણસ્થાને ખાવાપીવા વગેરેનો વિકલ્પ આવે તો સંવર કેમ થાય? અને પરિષહજય થયો કેમ કહેવાય ? ચૌદે પરિષહો ઉપર જય મેળવવાથી સંવ૨ થાય છે એમ દસમા સૂત્રમાં કહ્યું છે. સાતમા ગુણસ્થાને જ જીવને ખાવાપીવાનો વિકલ્પ ઊઠતો નથી કેમ કે ત્યાં નિર્વિકલ્પ દશા છે; ત્યાં અબુદ્ધિપૂર્વક વિકલ્પો હોય છે પણ ખાવાપીવાના વિકલ્પો ત્યાં હોતા નથી, તેમ જ તે વિકલ્પો સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ રાખનારી આહાર-પાનની ક્રિયા પણ હોતી નથી. તો પછી દસમા ગુણસ્થાને તો કષાય તદ્દન સૂક્ષ્મ થઈ ગયો છે અને અગીઆરમા તથા બારમા ગુણસ્થાને તો કષાયનો અભાવ થવાથી નિર્વિકલ્પદશા જામી જાય છે; ત્યાં ખાવાપીવાનો વિકલ્પ હોય જ ક્યાંથી ? ખાવાપીવાનો વિકલ્પ અને તેની સાથે નિમિત્તપણે સંબંધ રાખનાર ખાવાપીવાની ક્રિયા તો બુદ્ધિપૂર્વક વિકલ્પદશામાં જ હોય છે; તેથી તે વિકલ્પ અને ક્રિયા તો છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોઈ શકે, પણ તેનાથી ઉ૫૨ તે હોતા નથી. આથી દસ-અગીઆર તથા બારમા ગુણસ્થાને તો તે પ્રકારનો વિકલ્પ તથા બાહ્યક્રિયા અશક્ય છે.
૪. દસ-અગીઆર અને બારમા ગુણસ્થાને અજ્ઞાન પરિષહનો જય હોય છે એમ દસમા સૂત્રમાં કહ્યું છે તેનું તાત્પર્ય હવે વિચારીએ.
અજ્ઞાન પરિષહનો જય એમ સૂચવે છે કે ત્યાં હજી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું નથી, પણ અપૂર્ણજ્ઞાન છે અને તેના નિમિત્તરૂપ જ્ઞાનાવરણીયનો ઉદય છે. ઉપર કહેલા ગુણસ્થાનોએ જ્ઞાનાવરણીયનો ઉદય હોવા છતાં જીવને તે સંબંધી લેશમાત્ર આકુળતા નથી. દસમા ગુણસ્થાને સૂક્ષ્મ કષાય છે પણ ત્યાં ‘મારું જ્ઞાન ઓછું છે’ એવો વિકલ્પ ઊઠતો નથી, અને અગીઆર તથા બારમા ગુણસ્થાને તો અકષાયભાવ વર્તે છે તેથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com