________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૮૭
અન્વયાર્થ:- [યત્] જે [વેવાયોગાત્] વેદના રાગરૂપ યોગથી [મૈથુનં] સ્ત્રીપુરુષોનો સહવાસ [ અમિથીયતે ] કહેવામાં આવે છે [તંત્] તે [અબ્રહ્મ] અબ્રહ્મ છે અને [તંત્ર] તે સહવાસમાં [ વધસ્ય] પ્રાણિવધનો [ સર્વત્ર] સર્વસ્થાનમાં [સદ્ભાવાત્] સદ્ભાવ હોવાથી [ હિંસા ] હિંસા [ અવતરિત ] થાય છે.
ટીકા:- ‘ યત્ વેવરાળયોાત્ મૈથુન અમિષીયતે તત્ અબ્રહ્મ ભવતિ તંત્ર હિંસા અવતરતિ ( યત:) સર્વત્ર વધસ્ય સદ્ભાવાત્'- જે પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદના પરિણમનરૂપ રાગભાવ સહિતના યોગથી મૈથુન અર્થાત્ સ્ત્રી-પુરુષે મળીને કામસેવન કરવું તે કુશીલ છે. તે કુશીલમાં હિંસા ઉત્પન્ન થાય છે કારણ કે કુશીલ કરનાર અને કરાવનારને સર્વત્ર હિંસાનો સદ્દભાવ છે.
ભાવાર્થ:- સ્ત્રીની યોનિ, નાભિ, કુચ અને કાંખમાં મનુષ્યાકા૨ના અસંશી પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે, તેથી સ્ત્રી સાથે સહવાસ કરવાથી દ્રવ્યહિંસા થાય છે અને સ્ત્રી-પુરુષ બન્નેને કામરૂપ પરિણામ થાય છે તેથી ભાવહિંસા થાય છે. શરીરની શિથિલતાદિના નિમિત્તે પોતાના દ્રવ્યપ્રાણનો ઘાત થાય છે. ૫૨ જીવ સ્ત્રી કે પુરુષના વિકાર પરિણામનું કારણ છે અથવા તેને પીડા ઊપજે છે, તેના પરિણામ વિકારી થાય છે તેથી અન્ય જીવના ભાવપ્રાણનો ઘાત થાય છે. વળી મૈથુનમાં ઘણાં જીવો મરે છે, એ રીતે અન્ય જીવના દ્રવ્યપ્રાણનો ઘાત થાય છે. ૧૦૭.
મૈથુનમાં પ્રગટરૂપ હિંસા છેઃ
हिंस्यन्ते तिलनाल्यां तप्तायसि विनिहिते तिला यद्वत् । बहवो जीवा योनौ हिंस्यन्ते मैथुने तद्वत् ।। १०८ ।।
અન્વયાર્થ:- [યવ્રુત્] જેમ [તિતનાત્યાં] તલની નળીમાં [તાયસિ વિનિહિત ] તપેલા લોખંડનો સળિયો નાખવાથી [તિના: ] તલ [હિંચત્તે] બળી જાય છે [તવ્રુત્] તેમ [ મૈથુને ] મૈથુન વખતે [યોનૌ] યોનિમાં પણ [ વહવો નીવા: ] ઘણા જીવો [હિંચì] મરે છે.
ટીકા:- ‘યદ્ઘત્ તિતનાત્યાં તપ્તાયસિ વિનિહિત (સતિ) તિના: હિંચત્તે તદ્દત્ યોનૌ મૈથુને (તે સતિ) વહવો નીવા: હિંચન્ત'- જેમ તલથી ભરેલી નળીમાં તપાવેલો લોખંડનો સળિયો નાખવાથી તે નળીના બધા તલ બળી જાય છે તેમ સ્ત્રીના અંગમાં પુરુષનાં અંગથી મૈથુન કરવામાં આવતાં યોનિગત જે જીવો હોય છે તે બધા તરત જ મરણ પામે છે એ જ પ્રગટરૂપે દ્રવ્યહિંસા છે. ૧૦૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com