________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
હોય છે અને તે વર્ગણાઓ કોઈની આપેલી નથી માટે તેમને ચોરીનો પ્રસંગ આવે. પરંતુ પ્રમાદ અને યોગ વિના ચોરી હોતી નથી. પ્રમાદયોગ છે તે જ હિંસા છે તેથી અતિવ્યાતિપણું નથી. જો હિંસા પ્રમાદ વિના ચોરી થઈ શકતી હોત તો અતિવ્યામિ દોષ આવત, પણ તે તો અહીં નથી. માટે એ વાત સિદ્ધ થઈ કે જ્યાં હિંસા નથી ત્યાં ચોરી પણ નથી અને જ્યાં ચોરી નથી ત્યાં હિંસા પણ નથી. ૧૦૫.
ચોરીના ત્યાગનો પ્રકાર:
असमर्था ये कर्तुं निपानतोयादिहरणविनिवृत्तिम्। तैरपि समस्तमपरं नित्यमदत्तं परित्याज्यम्।।१०६ ।।
અન્વયાર્થઃ- [૨] જેઓ [ નિપાનતોયાવિહરવિનિવૃત્તિ ] બીજાનાં કુવા, વાવ આદિ જળાશયોનું જળ વગેરેનું ગ્રહણ કરવાનો ત્યાગ [ શર્ત ] કરવાને [સમર્થો] અસમર્થ છે [તૈ:] તેમણે [૫] પણ [પરં] અન્ય [સમસ્ત] સર્વ [વત્ત] દીધા વિનાની વસ્તુઓ ગ્રહણ કરવાનો [ નિત્યમ્ ] હંમેશા [ પરિત્યાખ્યમ્ ] ત્યાગ કરવો યોગ્ય છે.
ટીકાઃ- “શે (નીવા:) નિપાનતોયાવિહરવિનિવૃત્તિમ્ તું સમર્થ: તૈ: (નીવે.) પિ નિત્ય સમસ્તે લપરંમત્ત પરિત્યાખ્ય'- જે જીવો કુવા, નદીનું, જળથી માંડીને માટી વગેરે વસ્તુઓ જે સામાન્ય જનતાના ઉપયોગને માટે હોય છે–તેના ગ્રહણનો ત્યાગ કરવા અશક્ત છે તે જીવોએ પણ હંમેશા બીજાની દીધા સિવાયની બધી વસ્તુઓના ગ્રહણનો ત્યાગ કરવો જોઈએ.
ભાવાર્થ:- ચોરીનો ત્યાગ પણ બે પ્રકારે છે. એક સર્વથા ત્યાગ, બીજો એકદેશ ત્યાગ. સર્વથા ત્યાગ તો મુનિધર્મમાં જ હોય. તે જો બની શકે તો અવશ્ય કરવો. કદાચ ન બને તો એકદેશ ત્યાગ તો અવશ્ય કરવો જોઈએ. શ્રાવક કુવા-નદીનું પાણી, ખાણની માટી કોઈને પૂછયા વિના ગ્રહણ કરે તો પણ ચોરી નામ પામે નહિ, અને જો મુનિ તેને ગ્રહણ કરે તો ચોરી નામ પામે. ૧૦૬.
કુશીલનું સ્વરૂપ यद्वेदरागयोगान्मैथुनमभिधीयते तदब्रह्म। अवतरति तत्र हिंसा वधस्य सर्वत्र सद्भावात्।।१०७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com