________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
સુવર્ણ વસ્ત્રાદિ પરિગ્રહનું ગ્રહણ કરવું તેને જ ચોરી કહે છે. તે જ ચોરી હિંસા છે. કેમકે પોતાના અને પરના જીવના પ્રાણઘાતનું કારણ છે.
ભાવાર્થ:- પોતાને ચોરી કરવાના ભાવ થયા તે ભાવહિંસા અને જે પોતાને ચોરી જાણતાં પ્રાણનો વિયોગ કરવામાં આવે તે દ્રવ્યહિંસા. જે જીવની વસ્તુ ચોરવામાં આવી તેને અંતરંગમાં પીડા થઈ તે તેની ભાવહિંસા છે અને તે વસ્તુના નિમિત્તે તેના જે દ્રવ્યપ્રાણ પુષ્ટ હતા તે પુષ્ટ પ્રાણોનો નાશ થયો, તે દ્રવ્યપ્રાણોમાં પીડા થઈ એ કારણે પરની દ્રવ્યહિંસા. આ રીતે ચોરી કરવાથી ચોરી કરનારની તથા જેની ચોરી થઈ છે તેની દ્રવ્યહિંસા અને ભાવહિંસા બન્ને પ્રકારે થાય છે. ૧૦૨.
ચોરી પ્રગટપણે હિંસા છેઃ
अर्था नाम य एते प्राणा एते बहिश्चराः पुंसाम्। हरति स तस्य प्राणान् यो यस्य जनो हरत्यर्थान्।।१०३।।
અન્વયાર્થઃ- [ ] જે [ નન:] મનુષ્ય [ વસ્ય] જે જીવના [ કર્થીન] પદાર્થો અથવા ધન [દરતિ] હરે છે [૩] તે મનુષ્ય [તરચ] તે જીવના [પ્રાણાન] પ્રાણ [૬રતિ] હરે છે, કેમકે જગતમાં [૨] જે [તે] આ [અર્થી નામ] ધનાદિ પદાર્થો પ્રસિદ્ધિ છે [] તે બધા જ [ પુસા ] મનુષ્યોને [ વહિરા: પ્રાણT:] બાહ્યપ્રાણ [સત્તિ ] છે.
ટીકા:- ‘યે તે કર્થી નામ તે પુરનામું વદિ૨T: JITT: સત્તિ યરમાત્ ૧. નન: ચર્ચા 3ન રતિ સ ત પ્રાણીનું હૃતિ'– આ જે પદાર્થો છે તે મનુષ્યના બાહ્યપ્રાણ છે. તેથી જે
જીવ જેનું ધન હરે છે, ચોરે છે તે તેના પ્રાણને જ હરે છે.
ભાવાર્થ:- ધન, ધાન્ય, સંપત્તિ, બળદ, ઘોડા, દાસ, દાસી, ઘર, જમીન, પુત્ર, સ્ત્રી, વસ્ત્રાદિ જેટલા પદાર્થો જે જીવને છે તે જીવને એટલા જ બાહ્યપ્રાણ છે. તે પદાર્થોમાંથી કોઈ પદાર્થનો નાશ થતાં પોતાના પ્રાણઘાત જેટલું જ દુઃખ થાય છે. તેથી પદાર્થોને જ પ્રાણ કહેવામાં આવ્યા છે. જેમકે બન્ને વૈ પ્રાણT: કૃતિ વવના– (અન્ન તે જ પ્રાણ છે એ વચન પ્રમાણે.) ૧૦૩.
હિંસા અને ચોરીમાં અવ્યાપકતા નથી પણ વ્યાપકતા છેઃ
हिंसायाः स्तेयस्य च नाव्याप्ति: सुघटमेव सा यस्मात्। ग्रहणे प्रमत्तयोगो द्रव्यस्य स्वीकृतस्यान्यैः।। १०४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com