________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૮૩
એના ત્યાગનો પ્રકા૨:
भोगोपभोगसाधनमात्रं सावद्यमक्षमा मोक्तुम् । ये तेऽपि शेषमनृतं समस्तमपि नित्यमेव मुञ्चन्तु ।। १०१ ।।
અન્વયાર્થ:- [૫] જે જીવ [ મોનોપયોગસાધનમાત્ર] ભોગ-ઉપભોગના સાધન માત્ર [સાવદ્યર્] સાવધવચન [મો ુન્] છોડવાને [ક્ષમા: ] અસમર્થ છે [તે અવિ] તેઓ પણ [શેષમ્] બાકીના [સમસ્તમવિ] સમસ્ત [અનૃતં] અસત્ય ભાષણનો [નિત્યમેવ] નિરંતર [ મુખ્યન્તુ] ત્યાગ કરે.
ટીકા:- ‘યે અવિ ભોળોપમોસાધનમાત્ર સાવદ્ય મોવતુમ્ અક્ષમા: (સન્તિ) તે અપિ શેષ સમસ્તમ્ અવિ અમૃતમ્ નિત્યં વ મુગ્ધનું’– અર્થ:- જે પ્રાણી પોતાના ન્યાયપૂર્વકના જે ભોગઉપભોગ તેના કારણભૂત જે સાવધ (હિંસાસહિત) વચન ત્યાગવાને અસમર્થ છે તેઓએ બીજાં બધાં જૂઠ વચનોનો હંમેશા ત્યાગ કરવો જોઈએ.
ભાવાર્થ:- જાઠનો ત્યાગ બે પ્રકારે છે. એક સર્વથા ત્યાગ, બીજો એકદેશ ત્યાગ. સર્વથા ત્યાગ તો મુનિધર્મમાં જ બને છે તથા એકદેશ ત્યાગ શ્રાવકધર્મમાં હોય છે. જો સર્વથા ત્યાગ બની શકે તો ઉત્તમ જ છે, કદાચ કષાયના ઉદયથી (અર્થાત્ કષાયવશ) સર્વથા ત્યાગ ન બને તો એકદેશ ત્યાગ તો અવશ્ય જ કરવો જોઈએ. કારણ કે શ્રાવક અવસ્થામાં અન્ય જાઠના સર્વ ભેદોનો ત્યાગ કરે છે પણ સાવધ જૂઠનો ત્યાગ કરી શકે નહિ, તો ત્યાં પણ પોતાના ભોગ-ઉપભોગના નિમિત્તે જ સાવધ ઠ બોલે, પ્રયોજન વિના બોલે નિહ. ૧૦૧.
ત્રીજા ચૌર્યપાપનું વર્ણન:
अवितीर्णस्य ग्रहणं परिग्रहस्य प्रमत्तयोगाद्यत् । तत्प्रत्येयं स्तेयं सैव च हिंसा वधस्य हेतुत्वात् ।। १०२ ।।
અન્વયાર્થ:- [યત્] જે [પ્રમત્તયોગાત્] પ્રમાદકષાયના યોગથી [વિતીÍચ] આપ્યા વિના [પરિગ્રહસ્ય] સુવર્ણ વસ્ત્રાદિ પરિગ્રહનું [ગ્રહળ] ગ્રહણ કરે છે [તત્] તેને [સ્તેય] ચોરી [પ્રત્યયં] જાણવી જોઈએ. [૬] અને [ સા વ] તે જ [ વધસ્ય] વધનું [હેતુત્વાત્] કારણ હોવાથી [ હિંસા ] હિંસા છે.
ટીકા:- ‘યત્ પ્રમત્તયોનાત્ અવિતીર્નસ્ય પરિગ્રહણ્ય ગ્રહનું તત્ સ્તેયં પ્રત્યેયં, ઘ સૈવ હિંસા (ભવતિ) વધસ્ય હેતુત્વાત્’– અર્થ:- જે પ્રમાદના યોગથી દીધા વિના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com