________________
૭૬ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
धनलवपिपासितानां विनेयविश्वासनाय दर्शयताम् । झटितिघटचटकमोक्षं श्रद्धेयं नैव खारपटिकानाम् ।। ८८ ।।
અન્વયાર્થ:- [ ધનનવપિપાસિતાનાં] થોડાક ધનના લોભી અને [ વિનેયવિશ્વાસનાય વર્શયતામ્] શિષ્યોને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે દેખાડનાર [વારપટિાનામ્] ખા૨૫ટિકોના [જ્ઞટિતિષવમોક્ષ] શીઘ્ર ઘડો ફૂટવાથી ચકલીના મોક્ષની જેમ મોક્ષનું [નૈવ શ્રદ્ધેયમ્ ] શ્રદ્ધાન ન કરવું જોઈએ.
ટીકા:- ‘દ્વાપટિળાનાં ટિતિષવમોક્ષ નૈવ શ્રદ્ધેયમ્'– એક ખારપટિક મત છે; તેઓ તત્કાળ ઘડાના પક્ષીના મોક્ષ સમાન મોક્ષ કહે છે તેનું શ્રદ્ધાન ન કરવું.
ભાવાર્થ:- કોઈ ખા૨પટિક નામનો મત છે, જેમાં મોક્ષનું સ્વરૂપ એવું કહ્યું છે કે જેમ ઘડામાં પક્ષી કેદ થયેલું છે, જો ઘડો ફોડી નાખવામાં આવે તો પક્ષી બંધનમાંથી મુક્ત થઈ જાય. તેમ આત્મા શરીરમાં બંધ થયેલ છે, જો શરીરનો નાશ કરીએ તો આત્મા બંધનરહિત-મુક્ત થાય. આવું શ્રદ્ધાન ન કરવું. કેમ કે આવું શ્રદ્ધાન હિંસાનું કારણ છે. અંતરંગ કાર્માણ શરીરના બંધનસહિત આત્મા એમ મુક્ત કેવી રીતે થાય? કેવા છે ખા૨ટિક ? ‘ઘનતવપિપાસિતાનામ્ ’થોડાક ધનના લોભી છે. વળી કેવા છે? ‘ વિનેયવિશ્વાસનાય વર્શયતામ્’– શિષ્યોને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે કેટલીક રીતો બતાવે છે. માટે એમના કથનનું શ્રદ્ધાન ન કરવું. ૮૮.
दृष्ट्वापरं पुरस्तादशनाय क्षामकुक्षिमायान्तम्। निजमांसदानरभसादालभनीयो न चात्मापि ।। ८९ ।।
જોઈને
અન્વયાર્થ:- [ઘ] અને [જ્ઞશનાય] ભોજન માટે [પુરસ્તાત્] પાસે [ગાયાન્તર્] આવેલા [ અપર ] અન્ય [ ક્ષાનરુક્ષિમ્ ] ભૂખ્યા પુરુષને [દા ] [નિખમાંસવાનમસાત્] પોતાના શરીરનું માંસ દેવાની ઉત્સુકતાથી [ આત્માવિ] પોતાનો પણ [ન માતમનીય: ] ઘાત કરવો ન જોઈએ.
ટીકા:- ‘7 અશનાય ગાયત્ત્ત ક્ષામક્ષિ પુરસ્તાત્ દા નિખમાંસવાનરમસાત્ આત્મા અપિ ન આલમનીય:’– ભોજન લેવા માટે આવેલા દુર્બળ શરીરવાળા મનુષ્યને પોતાની સામે જોઈને પોતાનું માંસ દેવાના ઉત્સાહથી પોતાના શરીરનો પણ ઘાત ન કરવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com