________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૬૯
જીભ, નાક અને આંખ સહિત ભમરા, પતંગિયા વગેરે ચતુરિન્દ્રિય જીવ છે. સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન સહિતના જીવ પંચેન્દ્રિય છે. તેના બે ભેદ છે. જેને મન હોય તે સંજ્ઞી, જેને મન ન હોય તે અસંજ્ઞી. તેમાં સંશી પંચેન્દ્રિય સિવાય બધા તિર્યંચગતિના ભેદ છે. સંશી પંચેન્દ્રિયના ચાર પ્રકાર છે. દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ. એમાં દેવ ભવનવાસી, જંતર, જ્યોતિષી અને કલ્પવાસીના ભેદથી ચાર પ્રકારે છે. મનુષ્ય આર્ય અને મ્લેચ્છના ભેદથી બે પ્રકારે છે. નારકીના જીવ સાત ભૂમિની અપેક્ષાએ સાત પ્રકારના છે. તિર્યંચોમાં માદિક જલચર, વૃષભાદિક સ્થલચર અને હંસાદિક નભચર-એ ત્રણ પ્રકાર છે. આ ભેદ ત્રસ-સ્થાવરના જાણી એની રક્ષા કરવી. ૭૬.
શ્રાવકને સ્થાવરહિસામાં પણ સ્વચ્છંદપણાનો નિષેધ:
स्तोकैकेन्द्रियघाताद्गृहिणां सम्पन्नयोग्यविषयाणाम्। शेषस्थावरमारणविरमणमपि भवति करणीयम् ।। ७७ ।।
અન્વયાર્થ:- [ સમ્પન્નયોગ્યવિષયાળાન્] ઈન્દ્રિય-વિષયોનું ન્યાયપૂર્વક સેવન કરનાર [ વૃત્તિવ્ ] ગૃહસ્થોએ [ સ્તોòòન્દ્રિયપાત્તાત્] અલ્પ એકેન્દ્રિયના ઘાત સિવાય [શેષસ્થાવરમાળવિરમણપિ] બાકીના સ્થાવર (એકેન્દ્રિય ) જીવોને મારવાનો ત્યાગ પણ [ vળીયમ્ ] કરવા યોગ્ય [મવૃત્તિ ] થાય છે.
ટીકા:- ‘સમ્પન્નયોગ્યવિષયાળાં વૃદિનાં સ્તોòòન્દ્રિયઘાતાદ્શેષસ્થાવરમારવિરમખમ્ અપિ રળીયમ્ ભવતિ’– ન્યાયપૂર્વક ઈન્દ્રિયના વિષયોને સેવનારા શ્રાવકોને થોડોક એકેન્દ્રિયનો ઘાત યત્ન કરવા છતાં થાય છે, તે તો થાય. બાકીના જીવોને વિના કારણે મા૨વાનો ત્યાગ પણ તેમણે કરવો યોગ્ય છે.
ભાવાર્થ:- યોગ્ય વિષયોનું સેવન કરતાં સાવધાનતા હોવા છતાં સ્થાવરની હિંસા થાય તે તો થાય છે, પરંતુ અન્ય સ્થાવર જીવની હિંસા કરવાનો તો ત્યાગ કરવો. ૭૭.
આ અહિંસા ધર્મને સાધતાં સાવધાન કરે છેઃ
अमृतत्वहेतुभूतं परममहिंसारसायनं लब्ध्वा । अवलोक्य बालिशानामसमञ्जसमाकृलैर्न भवितव्यम् ।। ७८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com