________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ઉત્સર્ગ ત્યાગ કહે છે. તેના નવ ભેદ છે. મનથી પોતે કરવાનું ચિંતવે નહિ, બીજા પાસે કરાવવાનું ચિંતવે નહિ, અને કોઈએ કર્યું હોય તેને ભલું જાણે નહિ, વચનથી પોતે કરવાનું કહે નહિ, બીજાને કરાવવા માટે ઉપદેશ આપે નહિ, કોઈએ કર્યું હોય તેને ભલું કહે નહિ, કાયાથી પોતે કરે નહિ. બીજાને હાથ વગેરે દ્વારા પ્રેરણા આપી કરાવે નહિ અને કોઈએ કર્યું હોય તેને હસ્તાદિ વડે પ્રશંસે નહિ. આ નવ ભેદ કહ્યા. અપવાદ ત્યાગ અનેક પ્રકારનો છે. આ નવ ભંગ કહ્યા તેમાંથી કેટલાક ભાંગાથી અમુક પ્રકારે ત્યાગ કરે, અમુક પ્રકારે ન કરે, આ રીતે મારે આ કાર્ય કરવું, આ રીતે ન કરવું –એમ અપવાદ ત્યાગ ભિન્ન ભિન્ન પ્રકારે છે. માટે શક્ય હોય તે રીતે ત્યાગ કરવો. ૭૫.
હવે હિંસાના ત્યાગના બે પ્રકાર કહે છે -
धर्ममहिंसारूपं संशृण्वन्तोपि ये परित्यक्तुम। स्थावरहिंसामसहास्त्रसहिंसां तेऽपि मुञ्चन्तु।। ७६ ।।
અન્વયાર્થઃ- [વે] જે જીવ [ગણિંસારુi] અહિંસારૂપ [ ધર્મ ] ધર્મને [સંગૃqન્ત: ]િ સારી રીતે સાંભળીને પણ [ઉથાવર હિંસા ] સ્થાવર જીવોની હિંસા [ પરિત્યg] છોડવાને [ગસET.] અસમર્થ છે [તે ]િ તેઓ પણ [ ત્રસહિંસાં ] ત્રસ જીવોની હિંસા [મુખ્યq] છોડે.
ટીકા:- ‘હિંસારુાં ધર્મ સંગૃવન્ત: પિ થાવરહિંસ પરિત્યાન રસદ: તે કપિ ત્રસહિંસાં મુષ્યન્ત'– જે જીવ અહિંસા જ જેનું સ્વરૂપ છે એવા ધર્મનું શ્રવણ કુમુખે કરે છે પણ રાગભાવના વશે સ્થાવર હિંસા છોડવાને સમર્થ નથી તે જીવે ત્રસહિંસાનો તો ત્યાગ કરવો.
ભાવાર્થ- હિંસાનો ત્યાગ બે પ્રકારે છે. એક તો સર્વથા ત્યાગ છે તે મુનિધર્મમાં હોય છે. તેને અંગીકાર કરવો. વળી જો કષાયના વશથી સર્વથા ત્યાગ ન બને તો ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરી શ્રાવકધર્મ તો અંગીકાર કરવો. અહીં કોઈ ત્રસજીવનું સ્વરૂપ પૂછે તો તેને કહીએ છીએ કે સંસારી જીવ બે પ્રકારના છે. એક સ્થાવર અને એક ત્રસ. જે એક સ્પર્શેન્દ્રિય સહિત એકેન્દ્રિય જીવ તે સ્થાવર છે. તેના પાંચ ભેદ છે. પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, પવનકાયિક અને વનસ્પતિકાયિક, જે બે ઈન્દ્રિયાદિ જીવ છે તેને ત્રસ કહીએ છીએ. તેના ચાર ભેદ છે. સ્પર્શન અને રસના ઇન્દ્રિય સહિત ઈયળ, કોડી, શંખ, ગીંગોડા વગેરે દ્વીન્દ્રિય જીવ છે. સ્પર્શ, જીભ અને નાસિકા સંયુક્ત કીડી, મકોડા, કાનખજારા વગેરે ત્રીન્દ્રિય જીવ છે. સ્પર્શ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com