________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- ‘દુન્વયુનું ખૂક્ષ ચોધ વિષ્ણુનત્તાનિ ત્રસળીવાનાં યોનિ:'– ઉદુમ્બર અને કઠુંબર એ બે તથા પીપર-પીપળો, વડનાં ફળ અને પાકર=અંજીર એ ત્રણ-એ બધાંય ત્રસ જીવોની યોનિ છે. તેમાં ઊડતાં જંતુઓ જોવામાં આવે છે. ‘તમ્મા તમHછે તેષાં હિંસા ભવતિ'- તેથી તે પાંચ વસ્તુના ભક્ષણમાં તે ત્રણ જીવોની હિંસા થાય છે. ૭ર.
કોઈ કહે કે તે ઉદંબરાદિ ફળમાં ત્રસ ન હોય તો ભક્ષણ કરવાં.
તેને આગળ કહે છે:
यानि तु पुनर्भवेयुः कालोच्छिन्नत्रसाणि शुष्काणि। भजतस्तान्यपि हिंसा विशिष्ट रागादिरुपा स्यात्।।७३।।
અન્વયાર્થઃ- [ તુ પુન: ] અને વળી [ યાનિ] જે પાંચ ઉદુમ્બર [ શુઝાનિ] સૂકા [છાસોચ્છિન્નત્રસાળિ] સમય જતાં ત્રસરહિત બનેલાં [ભવેયુડ] હોય [ તાન્યપ] તેનું પણ [ સનત:] ભક્ષણ કરનારને [ વિશિષ્ટરા વિરુપા] વિશેષ રાગાદિરૂપ [ હિંસા ] હિંસા [ચાત્ ] થાય છે.
ટીકા:- તુ પુન: યાનિ શુઝાળિ વાતોચ્છિન્નત્રસાળિ મયુ: તાન્યપિ મન: હિંસા ચાત્'– વળી જે ઉદુમ્બરાદિ પાંચ ફળો કાળ પામીને ત્રસજીવ રહિત સુકાઈ ગયાં હોય તોપણ તે ખાનારને હિંસા થાય છે. કેવી હિંસા થાય છે? “વિશિષ્ટ રીટ્રિપ'– જેમાં વિશેષ રાગભાવ થયો છે તેવા સ્વરૂપવાળી. જો અધિક રાગ ન હોત તો આવી નિંદ્ય વસ્તુ શા માટે અંગીકાર કરત? માટે જ્યાં અધિક રાગભાવ થયો તે જ હિંસા. જેમ કોઈએ લીલોતરી ન ખાધી પણ તે વસ્તુના રાગભાવથી તેને સૂકવીને ખાધી. જો રાગ ન હોય તો શા માટે એવો પ્રયાસ કરે ?
પ્રશ્ન:- સૂકી વસ્તુમાં જો દોષ હોય તો અન્ન શા માટે ખાઈએ છીએ ?
ઉત્તર- અન્ન નિંધ નથી. વળી એના રાગભાવ વિના સહજ પ્રવૃત્તિથી તે સૂકાય છે. વળી તેનું ભક્ષણ પણ સામાન્ય પેટ ભરવાના નિમિત્તે થાય છે, કાંઈ વિશેષ રાગ હોવાનું કારણ નથી. અહીં તો વિશેષરૂપ રાગભાવનું થયું તે જ હિંસા –એમ બતાવવામાં આવે છે. ૭૩.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com