________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિને જાણપણું તો એકસરખું હોય છે છતાં સમ્યકપણું અને મિથ્યાપણું નામ શા માટે પામ્યું?
ઉત્તર:- સમ્યગ્દષ્ટિને મૂળભૂત જીવાદિ પદાર્થોની ખબર છે તેથી જેટલા ઉત્તર પદાર્થો ( વિશેષ પદાર્થો) જાણવામાં આવે તે બધાને યથાર્થપણે સાધે છે તેથી સમ્યગ્દષ્ટિના જ્ઞાનને સમ્યકરૂપ કહ્યું છે. મિથ્યાષ્ટિને મૂળ પદાર્થોની ખબર નથી તેથી જેટલા ઉત્તર પદાર્થો જાણવામાં આવે તે સર્વને પણ અયથાર્થરૂપ સાધે છે તેથી મિથ્યાષ્ટિના જ્ઞાનને મિથ્થારૂપ કહીએ છીએ.૩૫.
આગળ આ સમ્યજ્ઞાનનાં આઠ અંગ કહે છે:
ग्रन्थार्थोभयपूर्णं काले विनयेन सोपधानं च। बहुमानेन समन्वितमनिह्नवं ज्ञानमाराध्यम्।।३६।।
અવયાર્થઃ- [ ગ્રન્થાર્થોમયપૂર્ણ ] ગ્રન્થરૂપ [ શબ્દરૂપ ], અર્થરૂપ અને ઉભય અર્થાત્ શબ્દ અર્થરૂપ શુદ્ધતાથી પરિપૂર્ણ, [ વાને] કાળમાં અર્થાત્ અધ્યયનકાળમાં આરાધવા યોગ્ય, [વિનયેન] મન, વચન, કાયાની શુદ્ધતાસ્વરૂપ વિનય [૨] અને [સોપાનં] ધારણા યુક્ત [ વહુમાન] અત્યંત સન્માનથી અર્થાત્ દેવ-ગુરુ-શાસ્ત્રનાં વંદન, નમસ્કારાદિ [સમન્વિતં] સહિત તથા [ નિર્વ ] વિદ્યાગુરુને છુપાવ્યા વિના [ જ્ઞાન] જ્ઞાન [બારTધ્યક્] આરાધવા યોગ્ય
ટીકાઃ- “જ્ઞાન લાધ્યમ' શ્રદ્ધાવાન પુરુષોએ સમ્યજ્ઞાન આરાધવા યોગ્ય છે. કેવું છે જ્ઞાન? પ્રસ્થાર્થોમયપૂર્ણમ્'- શબ્દરૂપ છે, અર્થરૂપ છે, અને ઉભયથી પૂર્ણ છે.
ભાવાર્થ:- ૧. વ્યંજનાચાર- જ્યાં માત્ર શબ્દના પાઠનું જ જાણપણું હોય તેને વ્યંજનાચાર અંગ કહીએ.
૨. અર્થાચાર- જ્યાં કેવળ અર્થ માત્રના પ્રયોજન સહિત જાણપણું હોય તેને અર્થાચાર કહીએ અને
૩. ઉભયાચાર-જ્યાં શબ્દ અને અર્થ બન્નેમાં સપૂર્ણ જાણપણું હોય તેને શબ્દાર્થ ઉભયપૂર્ણ અંગ કહીએ. આ ત્રણ અંગ કહ્યા. વળી જ્ઞાન કયારે આરાધવું?
૪. કાલાચાર- કાળે=જે કાળે જે જ્ઞાનનો વિચાર જોઈએ તે જ કરવો (સૂર્યોદય, સૂર્યાસ્ત, બપોર અને મધ્યરાત્રિ તેના પહેલા અને પછીના મુહૂર્ત તે સંધ્યાકાળ છે, તે કાળ છોડીને બાકીના ચાર ઉત્તમ કાળોમાં પઠન-પાઠનાદિરૂપ સ્વાધ્યાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com