________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય |
[ ૪૧
આ સમ્યજ્ઞાનનું લક્ષણ કહે છે:
कर्तव्योऽध्यवसायः सदनेकान्तात्मकेषु तत्त्वेषु। संशयविपर्यायानध्यवसायविविक्तमात्मरुपं तत्।।३५ ।।
અન્વયાર્થ- [ સાન્તાત્મજેવું] પ્રશસ્ત અનેકાન્તાત્મક અર્થાત્ અનેક સ્વભાવવાળા [તત્ત્વપુ] તત્ત્વો અથવા પદાર્થોમાં [ અધ્યવસાય:] નિર્ણય [ કર્તવ્ય] કરવા યોગ્ય છે અને [ તત] તે સમ્યજ્ઞાન [ સંશયવિપુર્ણયાનધ્યવસાયવિવિ] સંશય, વિપર્યય અને વિમોહ રહિત [ માત્મપ ] આત્માનું નિજ સ્વરૂપ છે.
ટીકાઃ- “સાન્તાત્મગુ તત્ત્વપુ ધ્યવસાય: વર્તવ્ય:'- અનેકાન્ત છે સ્વભાવ જેનો એવા પદાર્થોમાં જાણપણું કરવું યોગ્ય છે.
ભાવાર્થ:- પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણવાનું નામ સમ્યજ્ઞાન છે. તે પદાર્થ અનેકાન્ત સ્વભાવને ધારણ કરે છે. અનેક=ઘણા, અંત=ધર્મ. એમ પોતાના અનંતધર્મને-સ્વભાવને ધારણ કરે છે તેનું જાણપણું અવશ્ય કરવું જોઈએ. જો સમ્યક પ્રકારે વસ્તુને ઓળખે તો કરોડો કારણ મળવા છતાં પણ અશ્રદ્ધાની ન થાય. ‘તત્ માત્મણે વર્તત'– તે સમ્યજ્ઞાન આત્માનું સ્વરૂપ છે. કારણ કે જે આ સાચું જ્ઞાન ઉત્પન્ન થયું છે તે કેવળજ્ઞાનમાં મળી શાશ્વત રહેશે. કેવું છે જ્ઞાન? “સંશયવિપર્યયાષ્યવસાય વિવિઝુમ્'- સંશય, વિપર્યય અને વિમો-એ ત્રણ ભાવથી રહિત છે.
સંશય:- વિરુદ્ધ બે તરફનું જ્ઞાન હોય તેને સંશય કહે છે. જેમાં રાત્રે કોઈને જોઈને સંદેહ થયો કે આ પદાર્થ માણસ પણ પ્રતિભાસે છે અને વ્યંતર જેવો પણ પ્રતિભાસે છે.
| વિપર્યયઃ- અન્યથા ( વિપરીત) રૂપ એક તરફનું જ્ઞાન હોય તેને વિપર્યય કહે છે. જેમકે મનુષ્યમાં વ્યંતરની પ્રતીતિ કરવી.
અનધ્યવસાય:- “કાંઈક છે” એટલું જ જાણપણું હોય, વિશેષ વિચાર ન કરે તેને અનધ્યવસાય (અથવા વિમોહ) કહે છે. જેમકે ગમન કરતાં તૃણના સ્પર્શનું જ્ઞાન થાય છે. આ ત્રણ ભાવથી રહિત યથાર્થ જ્ઞાનનું નામ સમ્યજ્ઞાન કહીએ. અહીં ઘટપટાદિ પદાર્થોના વિશેષ જાણવા માટે ઉધમી રહેવાનું બતાવ્યું નથી પણ સંસાર-મોક્ષના કારણભૂત જે પદાર્થો છે તેને યથાર્થ જાણવા માટે ઉધમી રહેવાનો ઉપદેશ આપ્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com