________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય |
[ ૨૭
રીત નથી એવો પ્રતીતભાવ તે સદૈવ કર્તવ્ય છે. તેવું શ્રદ્ધાન કરવા યોગ્ય છે? ‘વિપરીતામનિવેશવિવિ'– એટલે બીજાને બીજારૂપે માનવારૂપ મિથ્યાત્વથી રહિત શ્રદ્ધાન કરવું. ‘ત માત્માં મસ્તિ'- તે શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે. જે શ્રદ્ધાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઊપજે છે તે જ સિદ્ધ અવસ્થા સુધી રહે છે. તેથી ઉપાધિભાવ નથી, આત્માનો નિજ ભાવ છે.
ભાવાર્થ - તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તે તત્ત્વાર્થશ્રદ્ધાન બે પ્રકારે છે. એક સામાન્યરૂપ, એક વિશેષરૂપ. જે પરભાવોથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને પોતારૂપે શ્રદ્ધા છે તે સામાન્ય તત્ત્વાર્થ શ્રદ્ધાન કહીએ. આ શ્રદ્ધાન તો નારકી, તિર્યંચાદિ સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. અને જીવ-અજીવાદિ સાત તત્ત્વોના વિશેષણો (ભેદો) જાણી શ્રદ્ધાન કરે તે વિશેષ તત્ત્વાર્થશ્રદ્ધાન કહીએ. આ શ્રદ્ધાન મનુષ્ય, દેવાદિ વિશેષ બુદ્ધિવાન જીવોને હોય છે. પરંતુ રાજમાર્ગ (–મુખ્યમાર્ગ) ની અપેક્ષાએ સાત તત્ત્વોને જાણવાં તે સમ્યકત્વનું-સભ્યશ્રદ્ધાનનું કારણ છે. કારણ કે જો તત્ત્વોને જાણે નહિ તો શ્રદ્ધાન શાનું કરે ? તેથી સાત તત્ત્વોનું થોડુંક વર્ણન કરીએ છીએ.
૧. જીવતત્ત્વ:- પ્રથમ જ જીવતત્ત્વ ચેતના લક્ષણથી વિરાજમાન તે શુદ્ધ, અશુદ્ધ અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારે છે. ત્યાં (૧) શુદ્ધ જીવતત્ત્વ-જે જીવોને સર્વ ગુણ-પર્યાય પોતાના નિજભાવરૂપ પરિણમે છે અર્થાત્ જેમના કેવળજ્ઞાનાદિ ગુણ શુદ્ધ પરિણતિ-પર્યાયથી બિરાજમાન થયા તેને શુદ્ધ જીવ કહીએ.
(૨) અશુદ્ધ જીવતત્ત્વ- જે જીવોના સર્વ ગુણ-પર્યાય વિકારભાવને પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્ઞાનાદિ ગુણ આવરણથી આચ્છાદિત થઈ રહ્યા છે, જે થોડાઘણા પ્રગટરૂપ છે તે વિપરીતપણે પરિણમી રહ્યા છે અને જેની પરિણતિ રાગાદિરૂપ પરિણમી રહી છે તે મિથ્યાદષ્ટિ જીવોને અશુદ્ધ જીવ કહીએ.
(૩) મિશ્રજીવ- જે જીવના સમ્યક્ત્વાદિ ગુણોની કેટલીક શક્તિ શુદ્ધ થઈ છે અથવા તેમાં પણ કાંઈક મલિનતા રહી ગઈ છે. અર્થાત્ કોઈ જ્ઞાનાદિ ગુણોની કેટલીક શક્તિ શુદ્ધ થઈ છે, બીજી બધી અશુદ્ધ રહી છે, કેટલાક ગુણ અશુદ્ધ થઈ રહ્યા છે, એવી તો ગુણોની દશા થઈ છે અને જેની પરિણતિ શુદ્ધાશુદ્ધરૂપ પરિણમે છે તે જીવ શુદ્ધાશુદ્ધસ્વરૂપ મિશ્ર કહીએ. આ રીતે જીવ નામનું તત્ત્વ ત્રણ પ્રકારે છે.
૨. અજીવતત્ત્વ- જે ચેતનાગુણ રહિત તે પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળરૂપ (-કાલાણુરૂપ) પાંચ પ્રકારે છે. તેમાં (૧) પુદ્ગલદ્રવ્ય-સ્પર્શ, રસ, ગંધ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com