________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા:- “તત્ર આ વિનયત્રેન સચવત્ત્વ સમુપાળીયમ્'- એ ત્રણેમાં પહેલાં સમસ્ત ઉપાયો વડે જ બને તો સમ્યગ્દર્શન અંગીકાર કરવું. એ પ્રાપ્ત થતાં અવશ્ય મોક્ષપદ પ્રાપ્ત થાય છે. એના વિના સર્વથા મોક્ષ થતો નથી. વળી તે સ્વરૂપપ્રાપ્તિનું અદ્વિતીય કારણ છે. માટે એને અંગીકાર કરવામાં પ્રમાદી ન રહેવું. મરીને પણ આ કાર્ય જેમ બને તેમ કરવું વધારે શું કહીએ? આ જીવનું ભલું થવાનો ઉપાય એક સમ્યગ્દર્શન સમાન કોઈ નથી. માટે તેને અવશ્ય અંગીકાર કરવું. પહેલાં એને અંગીકાર કરવાનું કારણ શું છે તે કહે છે. ‘‘યત: તસ્મિન્ સતિ વ. જ્ઞાન વ ચરિત્રે મવતિ''– તે સમ્યગ્દર્શન થતાં જ સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર થાય છે.
ભાવાર્થ- સમ્યકત્વ વિના અગિયાર અંગ સુધી ભણે તોપણ તે અજ્ઞાન નામ પામે. વળી મહાવ્રતાદિકનું સાધન કરી અન્તિમ રૈવેયક સુધીના બંધયોગ્ય વિશુદ્ધ પરિણામ કરે તોપણ અસંયમ નામ પામે. પણ સમ્યકત્વ સહિત જે કાંઈ જાણપણું હોય તે બધું સમ્યજ્ઞાન નામ પામે અને જો થોડા પણ ત્યાગરૂપ પ્રવર્તે તો સમ્મચારિત્ર નામ પામે. જેમ અંકસહિત શૂન્ય હોય તો પ્રમાણમાં આવે, અંક વિના શૂન્ય શૂન્ય જ છે, તેમ સમ્યકત્વ વિના જ્ઞાન અને ચારિત્ર વ્યર્થ જ છે. માટે પહેલાં સમ્યકત્વ અંગીકાર કરી પછી બીજાં સાધન કરવું. ૨૧.
આમ જો સમ્યકત્વનું લક્ષણ જાણીએ તો તેને અંગીકાર કરીએ. માટે તે સમ્યકત્વનું લક્ષણ કહે છે –
जीवाजीवादीनां तत्त्वार्थानां सदैव कर्त्तव्यम्। श्रद्धानं विपरीताभिनिवेशविविक्तमात्मरूपं तत्।।२२।।
અન્વયાર્થ:- [ નીવાનીવાલીનાં ] જીવ, અજીવાદિ [ તત્ત્વાર્થના ] તત્ત્વાર્થોનું [વિપરિતામનિવેશવિવિવ7] વિપરીત અભિનિવેશ (આગ્રહુ) રહિત અર્થાત્ બીજાને બીજાપણે સમજવારૂપ મિથ્યાજ્ઞાનથી રહિત [ શ્રદ્ધાનં] શ્રદ્ધાન અર્થાત્ દઢ વિશ્વાસ [ સવૈવ] નિરંતર જ [ કર્તવ્ય ] કરવું જોઈએ. કારણ કે [ તત્] તે શ્રદ્ધાન જ [ માત્મi ] આત્માનું સ્વરૂપ છે.
ટીકાઃ- ““નીવાળીવાડીનાં તત્ત્વાર્થનાં શ્રદ્ધાનું સર્વવ ર્તવ્ય ''– જીવ-અજીવ આદિ જે તત્ત્વાર્થ-તત્ત્વ એટલે જેનો જેવો કાંઈ નિજભાવ છે તેવો જ હોવો તે. તે તત્ત્વથી સંયુક્ત જે અર્થ એટલે પદાર્થ તે તત્ત્વાર્થ-તેનું શ્રદ્ધાન એટલે આમ જ છે, બીજી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com