________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
શ્રાવકધર્મ વ્યાખ્યાન
જે જીવ મુનિધર્મનો ભાર ઉપાડી ન શકે તેના નિમિત્તે આચાર્ય આગળ શ્રાવકધર્મનું વ્યાખ્યાન કરે છે. ત્યાં શ્રાવકને ધર્મસાધનમાં શું કહેવું તેનું વ્યાખ્યાન કરે છે.
[ ૨૫
एवं सम्यग्दर्शनबोधचरित्रत्रयात्मको नित्यम् । तस्यापि मोक्षमार्गो भवति निषेव्यो यथाशक्ति ।। २० ।।
અન્વયાર્થ:- [vi] આ રીતે [તસ્યાવિ] તે ગૃહસ્થને પણ [યથાશત્તિ] પોતાની શક્તિ અનુસાર [ સમ્ય વર્ણનવોધવરિત્રત્રયાત્મ∞:] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણ ભેદરૂપ [ મોક્ષમાર્ગ: ] મુક્તિનો માર્ગ [નિત્ય] સર્વદા [નિષવ્ય: ] સેવન કરવા યોગ્ય [મવત્તિ ] થાય છે.
ટીકા:- ‘તસ્ય અપિ યથાશિત્ત પુર્વ મોક્ષમાર્ર: નિષેવ્ય ભવતિ''- તે ગૃહસ્થને પણ પોતાની શક્તિ અનુસાર આગળ જેનું વર્ણન કરે છે તે પ્રકારે મોક્ષમાર્ગ સેવન કરવા યોગ્ય છે.
ભાવાર્થ:- મુનિને તો મોક્ષમાર્ગનું સેવન સંપૂર્ણપણે હોય છે અને ગૃહસ્થે પણ પોતાની શક્તિ પ્રમાણે મોક્ષમાર્ગનું થોડુંઘણું સેવન કરવું. કારણ કે ધર્મનું બીજું કોઈ અંગ નથી કે જેનું સેવન કરવાથી પોતાનું ભલું થાય. કેવો છે મોક્ષમાર્ગ? ' सम्यग्दर्शनबोधचरित्रत्रयात्मकः ' સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રનું ત્રિક જેનું સ્વરૂપ છે. જુદા જુદા ત્રણે મોક્ષમાર્ગ નથી. ત્રણે મળીને મોક્ષમાર્ગ છે. ૨૦.
""
આ ત્રણેમાં પ્રથમ કોને ગ્રહણ કરવું તે કહે છેઃ
तत्रादौ सम्यक्त्वं समुपाश्रयणीयमखिलयत्नेन । तस्मिन् सत्येव यतो भवति ज्ञानं चरित्रं च ।। २१ ।।
અન્વયાર્થ:- [તત્રાવૌ] એ ત્રણેમાં પ્રથમ [ અવિલયત્નેન] સમસ્ત પ્રકારે સાવધાનતારૂપ યત્નથી [ સમ્યવi] સમ્યગ્દર્શન [ સમુપાશ્રયળીયમ્] સારી રીતે અંગીકાર કરવું જોઈએ. [ યત: ] કેમ કે [તસ્મિન્ સતિ વ] તે હોતાં જ [જ્ઞાનં] સમ્યગ્નાન [ ] અને [ ચારિત્રં] સમ્યકચારિત્ર [મવત્તિ ] થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com