________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
રીતે કહો છો? તેનો ઉત્તર- રાગાદિભાવ ચેતનારૂપ છે તેથી એનો કર્તા જીવ જ છે, પરંતુ અહી શ્રદ્ધા કરાવવા માટે મૂળભૂત જીવના શુદ્ધસ્વભાવની અપેક્ષાએ રાગાદિ ભાવ કર્મના નિમિત્તથી થાય છે તેથી કર્મકૃત કહ્યા.
જેમ કોઈ મનુષ્યને ભૂત વળગ્યું હોય તો તે મનુષ્ય તે ભૂતના નિમિત્તે નાના પ્રકારની વિપરીત ચેષ્ટા કરે છે. તેથી તે ચેષ્ટાઓનો કર્તા તો મનુષ્ય જ છે પરંતુ તે ચેષ્ટા મનુષ્યનો નિજભાવ નથી માટે એ ચેષ્ટાઓને ભૂતકૃત કહીએ. તેમ આ જીવ કર્મના નિમિત્તે નાના પ્રકારના વિપરીત ભાવરૂપે પરિણમે છે, તે ભાવોનો કર્તા તો જીવ જ છે પરંતુ આ જીવનો નિજભાવ નથી તેથી તે ભાવોને કર્મકૃત કહીએ છીએ. અથવા કર્મે કરેલા જે નાના પ્રકારના પર્યાય, વર્ણ, ગંધ, રસ સ્પર્શ, કર્મ, અથવા દેવ-નારક-મનુષ્ય-તિર્યંચશરીર, સંનન, સંસ્થાનાદિ ભેદ અથવા પુત્ર, મિત્ર, મકાન, ધન, ધાન્યાદિ ભેદ-એ બધાથી શુદ્ધાત્મા પ્રત્યક્ષ ભિન્ન જ છે. જેમ કોઈ મનુષ્ય અજ્ઞાની ગુરુના કહેવાથી એકાંત ઓરડામાં બેસી પાડાનું ધ્યાન કરવા લાગ્યો, પોતાને પાડા સમાન મોટા શરીરવાળો ચિંતવવા લાગ્યો, આકાશ જેવડા મોટા શિંગડાંવાળો માની હું આ ઓરડામાંથી કેવી રીતે નીકળીશ એમ ચિંતવવા લાગ્યો. તે પોતાને પાડો ન માને તો મનુષ્યસ્વરૂપ પોતે બની જ રહ્યો છે. તેમ આ જીવ મોહના નિમિત્તથી પોતાને વર્ણાદિક સ્વરૂપ માની દેવાદિ પર્યાયોમાં આવ્યો માને છે. જો ન માને તો અમૂર્તિક શુદ્ધાત્મા પોતે બની રહેલ જ
છે.
આ રીતે આ આત્મા કર્મજનિત રાગાદિકભાવ અથવા વર્ણાદિકભાવ તેનાથી સદાકાળ ભિન્ન છે. કહ્યું છે કે – “વદ્યા વા RTI મોડાદ્રયો વા મિન્ના ભાવ: સર્વપ્રવીચ j: '' તોપણ અજ્ઞાની જીવોને આત્મા કર્મભનિત ભાવોથી સંયુક્ત પ્રતિભાસે છે, “વનું સ: પ્રતિમાસ: ભવવીનમ્'' નિશ્ચયથી આ પ્રતિભાસ તે જ સંસારના બીજભૂત છે.
ભાવાર્થ:- જેમ બધાં વૃક્ષોના મૂળભૂત બીજ છે તેમ અનંત સંસારનું મૂળકારણ કર્મભનિત ભાવોને પોતાના માનવા તે છે. આવી રીતે અશુદ્ધતાનું કારણ બતાવ્યું. ૧૪.
૧-આ પુરુષ (–આત્મા)ને વર્ણાદિ, રાગાદિ અથવા મોહાદિ બધાય ભાવ (પોતાથી) ભિન્ન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com