________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૯
પરિણમાવે છે. આ રીતે ભાવકર્મથી દ્રવ્યકર્મ થાય છે અને દ્રવ્યકર્મથી ભાવકર્મ થાય છે. તેનું નામ સંસાર કહીએ. ૧૩.
આગળ આ સંસારનું મૂળ કારણ બતાવીએ છીએ.
एवमयं कर्मकृतैर्भा वैरसमाहितोऽपि युक्त इव। प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजम्।।१४।।
અન્વયાર્થઃ- [] એ રીતે [ સાં ] આ આત્મા [ કર્મકૃતૈ: ] કર્મોના કરેલા [ ભાવે.] રાગાદિ અથવા શરીરાદિ ભાવોથી [ સમાદિતોગuિ] સંયુક્ત ન હોવા છતાં પણ [ વાલિશાનાં] અજ્ઞાની જીવોને [પુ: રૂવ] સંયુક્ત જેવો [પ્રતિમતિ] પ્રતિભાસે છે અને [ : પ્રતિમાસ:] તે પ્રતિભાસ જ [ar] નિશ્ચયથી [ ભવવીનં] સંસારના બીજરૂપ છે.
ટીકાઃ- “સ પુર્વ માં મૈઋતૈર્મા અસમાદિત: પિ વાનિશાનાં યુ$: તિ પ્રતિમાતિ'– આવી રીતે આ આત્મા કર્મ વડે કરેલા નાના પ્રકારના ભાવથી સંયુક્ત નથી તોપણ અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી આત્મા કર્મભનિત ભાવોથી સંયુક્ત જેવો પ્રતિભાસે છે.
ભાવાર્થ:- પહેલાં આમ કહ્યું કે પુદ્ગલકર્મને કારણભૂત રાગાદિભાવ છે, રાગાદિભાવોનું કારણ પુદ્ગલકર્મ છે. તેથી આ આત્મા નિજ સ્વભાવભાવની અપેક્ષાએ કર્મજનિત નાના પ્રકારના ભાવોથી જાદો જ ચૈતન્યમાત્ર વસ્તુ છે.
જેમ લાલ ફૂલના નિમિત્તે સ્ફટિક લાલ રંગરૂપે પરિણમે છે પરંતુ તે લાલ રંગ સ્ફટિકનો નિજ ભાવ નથી. સ્ફટિક સ્વચ્છતારૂપ પોતાના શ્વેત વર્ણથી બિરાજમાન છે. લાલ રંગ છે તે સ્વરૂપમાં પેઠા સિવાય ઉપર ઉપર જ ઝલક માત્ર દેખાય છે. ત્યાં રત્નનો પારખુ ઝવેરી તો એમ જ જાણે છે અને અપારખુ (અપરીક્ષક ) પુરુષને સત્યરૂપ લાલ મણિની જેમ લાલરંગરૂપ જ પ્રતિભાસે છે. તેવી જ રીતે કર્મનિમિત્તથી આત્મા રાગાદિરૂપે પરિણમે છે. તે રાગાદિ આત્માના નિજ ભાવ નથી. આત્મા પોતાની સ્વચ્છતારૂપ ચૈતન્યગુણમાં વિરાજમાન છે. રાગાદિ છે તે સ્વરૂપમાં પેઠા વિના ઉપર ઉપર જ ઝલક માત્ર દેખાય છે. ત્યાં જ્ઞાની સ્વરૂપના પરીક્ષક તો એમ જ જાણે છે. અને અપરીક્ષક જીવોને સત્યરૂપ આત્મા પુદ્ગલ કર્મની પેઠે રાગાદિ સ્વરૂપ જ પ્રતિભાસે છે. અહીં પ્રશ્ન-તમે જ રાગાદિભાવને જીવકૃત કહ્યા હતા. અહીં તેને કર્મકૃત કેવી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com