________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
આ જીવને જે વિભાવભાવ થાય છે તે પોતાથી જ થાય છે વા એનું પણ નિમિત્ત કારણ છે એ પ્રશ્નનો ઉત્તર આગળ કહેશે.
परिणममानस्य चितश्चिदात्मकै: स्वयमपि, स्वकैर्भावैः। भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म तस्यापि।।१३।।
અન્વયાર્થ- [ દિ] નિશ્ચયથી [.] પોતાના [ વાત્મ: ] ચેતના સ્વરૂપ [ ભાવે] રાગાદિ પરિણામોથી [ સ્વયમ]િ પોતે જ [ પરિળમમનસ્ય] પરિણમતા [તચ તિ:
પિ] પૂર્વોક્ત આત્માને પણ [પાતિવરુ] પુદ્ગલ સંબંધી [ ] જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ [ નિમિત્ત માત્ર] નિમિત્ત માત્ર [ ભવતિ ] થાય છે.
ટીકા- “દિ વિવાભ. સ્વર્યાવ: રિમમનસ્ય તસ્ય વિત: સિવ વર્મ નિમિત્ત માત્ર મવતિ'- નિશ્ચયથી ચૈતન્યસ્વરૂપ પોતાના રાગાદિ પરિણામરૂપે પરિણમેલા તે પૂર્વોક્ત આત્માને પણ પૌગલિક જ્ઞાનાવરણાદિ કર્મ નિમિત્તમાત્ર થાય છે.
ભાવાર્થ:- આ જીવને રાગાદિ વિભાવભાવ પોતાથી જ (સ્વદ્રવ્યના આલંબનથી) થતા નથી. જો પોતાથી જ થાય તો તે જ્ઞાન-દર્શનની જેમ સ્વભાવભાવ થઈ જાય. સ્વભાવભાવ હોય તો તેનો નાશ પણ ન થાય. તેથી એ ભાવ ઔપાધિક છે, અન્ય નિમિત્તથી થાય છે. તે નિમિત્ત જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોને જાણવું. જે જે પ્રકારે દ્રવ્યકર્મ ઉદય અવસ્થારૂપે પરિણમે છે તે પ્રકારે આત્મા વિભાવભાવરૂપે પરિણમે છે.
પ્રશ્ન:- પુદ્ગલમાં એવી કઈ શક્તિ છે કે જે ચૈતન્યને વિભાવરૂપે પરિણમાવે છે.?
ઉત્તર:- જેમ કોઈ મનુષ્યના શિર ઉપર મંત્રેલી રજ નાખી હોય તો તે રજના નિમિત્ત દ્વારા તે પુરુષ પોતાને ભૂલી નાના પ્રકારની વિપરીત ચેષ્ટા કરે છે. મંત્રના નિમિત્તે રજમાં એવી શક્તિ હોય છે કે જે બુદ્ધિમાન મનુષ્યને વિપરીત પરિણમાવે છે. તેવી જ રીતે આ આત્માના પ્રદેશોમાં રાગાદિન નિમિત્તે બંધાયેલાં પુદ્ગલોના નિમિત્તે આ આત્મા પોતાને ભૂલીને નાના પ્રકારના વિપરીત ભાવરૂપે પરિણમે છે. એના વિભાવભાવોના નિમિત્તે પુદગલમાં એવી શક્તિ હોય છે કે જે ચૈતન્યપુરુષને વિપરીત
૧. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી છે, પર દ્રવ્યાદિનો તેમાં સદાય અભાવ જ છે. તેથી કોઈ કોઈને પરિણાવી શકતું નથી, છતાં જીવની તે પ્રકારે પરિણમવાની યોગ્યતા કાળે બાહ્યમાં કઈ સામગ્રીને નિમિત્ત બનાવવામાં આવી તેનું જ્ઞાન કરાવવા માટે અસભૂત વ્યવહારનયથી નિમિત્તને કર્તા કહેવામાં આવે છે, વ્યવહાર કથનની રીત આમ છે એમ જાણવું જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com