________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૭
કૃતકૃત્ય કહીએ છીએ. તેની અવસ્થામાં પુરુષાર્થની સિદ્ધિ થઈ. પુરુષનો જે અર્થ અર્થાત્ પ્રયોજનરૂપ કાર્ય તેની જે સિદ્ધિ થવાની હતી તે થઈ ગઈ. આવી અવસ્થાને જે પ્રાપ્ત થયો તે આત્માને કૃતકૃત્ય કહીએ છીએ. ૧૧.
આગળ પુરુષાર્થસિદ્ધિનો ઉપાય કહેવા ઈચ્છે છે ત્યાં પ્રથમ પરદ્રવ્યના સંબંધનું કારણ કહે છે, જે જતાં જે કંઈ ઉપાય કરવામાં આવે છે તે કહે છે:
जीवकृतं परिणामं निमित्तमात्रं प्रपद्य पुनरन्ये। स्वयमेव परिणमन्तेऽत्र पद्ला : कर्मभावेन।।१२।।
અન્વયાર્થઃ- [ નીવવૃત્ત ] જીવના કરેલા [રિણામ] રાગાદિ પરિણામને [ નિમિત્તાત્ર] નિમિત્તિમાત્ર [પ્રપદ્ય] પામીને [પુનઃ] ફરી [ પુદ્રના: ] જીવથી ભિન્ન અન્ય પુદ્ગલ સ્કન્ધ [ સત્ર] આત્મામાં [સ્વયમેવ ] પોતાની મેળે જ [ માવેન] જ્ઞાનાવરણાદિ કર્મરૂપ [પરિણમત્તે] પરિણમે છે.
ટીકાઃ- “ “નીવવૃત્ત પરિણાનું નિમિત્ત માત્ર પ્રપદ્ય પુન: જે પુન: સ્વયમેવ વર્તમાન પરિણમન્તા'' જીવે કરેલા જે રાગાદિ પરિણામ તેને નિમિત્તમાત્ર પામીને નવા અન્ય પુદ્ગલધ સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ થઈ પરિણમે છે.
ભાવાર્થ- જ્યારે જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યારે તે ભાવોનું નિમિત્ત પામી પોતે જ પુદ્ગલ દ્રવ્ય કર્મઅવસ્થાને ધારણ કરે છે. વિશેષ એટલે કે જો આત્મા દેવ-ગુરુ-ધર્માદિક પ્રશસ્ત રાગરૂપે પરિણમે તો શુભકર્મનો બંધ થાય.
પ્રશ્ન:- જીવના ભાવ મહા સૂક્ષ્મરૂપ છે તેની ખબર જડકર્મને કેવી રીતે પડે? અને ખબર વિના કેવી રીતે પુણ્ય-પાપરૂપે થઈને પરિણમે છે?
ઉત્તર:- જેમ મંત્રસાધક પુરુષ બેઠો બેઠો ગુસપણે મંત્ર જપે છે, તેમ મંત્રના નિમિત્તથી એના કર્યા વિના જ કોઈને પીડા ઊપજે છે, કોઈનું મરણ થાય છે, કોઈનું ભલું થાય છે, કોઈ વિટંબણારૂપ પરિણમે છે-એવી એ મંત્રમાં શક્તિ છે. તેનું નિમિત્ત પામી ચેતન-અચેતન પદાર્થ પોતે જ અનેક અવસ્થા ધારણ કરે છે. તેવી રીતે અજ્ઞાની જીવ પોતાના અંતરંગમાં વિભાવભાવરૂપે પરિણમે છે. તે ભાવનું નિમિત્ત પામીને એના કર્યા સિવાય જ કોઈ પુદ્ગલ પુણ્યપ્રકૃતિરૂપે પરિણમે છે, કોઈ પાપરૂપ પરિણમે છે એવી એના ભાવોમાં શક્તિ છે. તેનું નિમિત્ત પામીને પુગલ પોતે જ અનેક અવસ્થા ધારણ કરે છે. એવો જ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. ૧ર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com