________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ચારિત્રથી તીર્થંકર-પ્રકૃતિ અને આહારક-પ્રકૃતિનો બંધ થાય છે, એવો જે શાસ્ત્રોમાં ઉપદેશ છે તેમાં પણ નયવિવક્ષા જાણનારને દોષ અર્થાત્ વિરોધ જણાતો નથી.
ભાવાર્થ:- જો કોઈ એમ શંકા કરે કે સમ્યગ્દર્શન થયા પછી જ તીર્થંકરપ્રકૃતિનો બંધ થાય છે અને સમ્યક્ચારિત્ર થયા પછી જ આહારક-પ્રકૃતિનો બંધ થાય છે તો ઉપર જે આ કહેવામાં આવ્યું છે કે રત્નત્રય કર્મનો બંધ કરનાર નથી એ કેવી રીતે ? તેનો ખુલાસો કરે છેઃ
सति सम्यक्त्वचरित्रे तीर्थकराहारबन्धकौ भवतः । योगकषायौ नासति तत्पुनरस्मिन्नुदासीनम् ।। २१८ ।।
અન્વયાર્થ:- [યસ્મિન્] જેમાં [સમ્યક્ત્વરિત્રે સતિ] સમ્યક્ત્વ અને ચારિત્ર હોવા છતાં [તીર્થ રાહારવન્ધૌ] તીર્થંકર અને આહારક પ્રકૃતિનો બંધ ક૨ના૨ [યો।ષાયૌ] યોગ અને કષાય [ભવત: ] થાય છે [ પુન: ] અને [ અસતિ: ન] નહોતા, થતા નથી અર્થાત્ સમ્યક્ત્વ અને ચારિત્ર વિના બંધના કર્તા યોગ અને કષાય થતા નથી [તંત્] તે સમ્યક્ત્વ અને ચારિત્ર [ગસ્મિન્] આ બંધમાં [ ૩વસીનન્] ઉદાસીન છે.
ટીકા:- ‘સમ્યક્ત્વ પરિત્રે સતિ યોાષાૌ તીર્થાહાર વંધૌ ભવત: તસ્માત્ તત્પુન: અરિમન્ હવાસીનસ્' અર્થઃ-સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર હોય ત્યારે જ યોગ અને કષાય તીર્થંકર તથા આહારકનો બંધ કરનાર થાય છે, તેથી રત્નત્રય તો પ્રકૃતિઓનો બંધ કરવામાં ઉદાસીન છે.
ભાવાર્થ:- જ્યારે આત્મામાં સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રગુણ પ્રગટ હોતા નથી ત્યારે પણ આત્માની સાથે કર્મોનો બંધ થાય છે અને જ્યારે એકદેશ સમ્યક્ચારિત્ર પ્રગટ થાય ત્યારે પણ આત્માની સાથે કર્મનો બંધ થાય છે, તેથી જણાય છે કે કર્મોનો બંધ કરવામાં કારણ યોગ–કષાયોનું થવું અને કર્મોના અબંધમાં કારણ યોગ-કષાયોનું ન થવું જ છે. ૨૧૮.
શંકા:- જો આમ છે તો સમ્યક્ત્વને દેવાયુના બંધનું કા૨ણ કેમ કહ્યું છે ?
ननु कथमेवं सिद्ध्यति देवायुः प्रभृतिसत्प्रकृतिबन्धः । सकलजनसुप्रसिद्धो रत्नत्रयधारिणां मुनिवराणाम् ।। २९९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com