________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૭૫
અન્વયાર્થ:- [આત્મવિનિશ્ચિતિ: ] પોતાના આત્માનો વિનિશ્ચય [ વર્શનમ્ ] સમ્યગ્દર્શન, [ આત્મપરિજ્ઞાનન્] આત્માનું વિશેષ જ્ઞાન [ોધ: ] સમ્યજ્ઞાન અને [આત્મનિ] આત્મામાં [ સ્થિતિ: ] સ્થિરતા [ ચારિત્રં] સમ્યચારિત્ર [ તે] કહેવાય છે તો પછી [ yતેમ્સ: ‘ત્રિમ્સ: ’ ] આ ત્રણથી [ ત: ] કેવી રીતે [ વન્ધ: ] બંધ [ભવતિ] થાય ?
ટીકા:- ‘આત્મવિનિશ્ચિતિ: વર્શન, આત્મપરિજ્ઞાનં વોધ:, આત્મનિ સ્થિતિ: વારિત્ર કૃષ્યતે તેમ્ય: અંધ: તા: મતિ।' અર્થ:-આત્માના સ્વરૂપનો નિશ્ચય થવો તે સમ્યગ્દર્શન છે, આત્માના સ્વરૂપનું પરિશાન થવું તે સમ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપમાં લીન થવું તે સમ્યક્ચારિત્ર છે. આ ત્રણે આત્મસ્વરૂપ જ છે. જ્યારે આ ત્રણે ગુણ આત્મસ્વરૂપ છે તો એનાથી કર્મોનો બંધ કેવી રીતે થઈ શકે? અર્થાત્ થઈ શકતો નથી.
ભાવાર્થ::- રત્નત્રય બે પ્રકારના છે-૧. વ્યવહારરત્નત્રય અને ૨. નિશ્ચયરત્નત્રય. દેવશાસ્ત્ર-ગુરુનું તથા સાત તત્ત્વોનું શ્રદ્ધાન કરવું તે વ્યવહારસમ્યગ્દર્શન છે, તત્ત્વોના સ્વરૂપને જાણી લેવું તે વ્યવહારસમ્યજ્ઞાન છે, અશુભ ક્રિયાઓથી પ્રવૃત્તિ હટાવીને શુભક્રિયામાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહારસમ્યકચારિત્ર છે.-આ વ્યવહારરત્નત્રય થયાં. આત્મસ્વરૂપનું શ્રદ્ધાન તે નિશ્ચયસમ્યગ્દર્શન, આત્મજ્ઞાન થવું તે નિશ્ચયસમ્યજ્ઞાન અને આત્મસ્વરૂપમાં પરિણમન તે નિશ્ચયસમ્યક્ચારિત્ર. તે આ જીવને કર્મોથી છોડાવવાનું કારણ છે, પણ કર્મોના બંધનું કારણ નથી. ૨૧૬.
રત્નત્રય તીર્થંકરાદિ પ્રકૃતિઓનો પણ બંધ ક૨ના૨ નથી, એ વાત હવે બતાવે છેઃ
सम्यक्त्वचरित्राभ्यां तीर्थकराहारकर्म्मणो बन्धः । योऽप्युपदिष्टः समये न नयविदां सोऽपि दोषाय।। २१७।।
અન્વયાર્થ:- [પિ] અને [તીર્થરાજ્ઞાર્નના: ] તીર્થંકરપ્રકૃતિ અને આહાર પ્રકૃતિનો [ય: ] જે [ વધ] બંધ [ સમ્યક્ત્વવરિત્રામ્યાં] સમ્યક્ત્વ અને ચારિત્રથી [ સમયે ] આગમમાં [ઉપવિદ: ] કહ્યો છે, [ સ: ] તે [ પિ] પણ [નયવિવĪ] નયના જાણનારાઓના [વોષાય] દોષનું કારણ [7] નથી.
ટીકા:- ‘સમ્યક્ત્વરિત્રામ્યાં તીર્થજાદાર જર્મ: વન્ધ: (મતિ) ય: અપિ સમય ઉપવિદ: સ: અપિ નયવિવાં પોષાય ન ભવતિ ' અર્થઃ-સમ્યગ્દર્શન અને સમ્યક
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com