________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૬૫
નથી, તેથી જ મુનિની વૃત્તિને સિંહવૃત્તિ કહી છે. –આ રીતે યાચના પરિષહને જીતે છે.
૭. અરતિ પરિષહ-જગતના જીવો ઇષ્ટ પદાર્થ મળતાં રતિ માને છે અને અનિષ્ટ પદાર્થ મળતાં અરતિ-ખેદ માને છે, પણ તે પરમયોગી ભલે જંગલમાં રહે, કોઈ તેમને ભલા (સારા) કહે, કોઈ તેમને બૂરા (ખરાબ) કહે તોપણ કદી પોતાના ચિત્તમાં ખેદ કરતા નથી. આ રીતે અરતિ પરિષહને જીતે છે.
૮. અલાભ પરિષ-જેમ આહાર વગેરે ન મળવાથી તેની યાચના કરતા નથી તેમ મહિનાઓ સુધી આહારની પ્રાપ્તિ ન થવા છતાં પણ પોતાના મનમાં સંચમાત્ર પણ ખેદ લાવતા નથી. એ રીતે અલાભ પરિષહનો જય કરે છે.
૯. દંશમશક પરિષ-ડાંસ, મચ્છર, કીડી, મકોડા વગેરેના ડંખની પીડા સંસારના પ્રાણીઓ સહન કરી શકતા નથી, યોગી પુરુષો તે બધાની બાધા-પીડા સહન કરે છે. કીડા વગેરે જંતુઓ નગ્ન શરીરને ખૂબ બાધા-પીડા ઉત્પન્ન કરે છે, પણ મુનિ મહારાજ મનમાં ખેદ કરતા નથી. આ રીતે દેશમશક પરિષહને જીતે છે.
૧૦. આક્રોશ પરિષહ-જો કોઈ મુનિરાજની નિંદા કરે, કુવચન કહે, ગાળ વગેરે દે તો તેને સાંભળીને જરાપણ ખેદ કરતા નથી પણ ઉત્તમક્ષમા જ ધારણ કરે છે. એ રીતે યોગીઓ આક્રોશ પરિષહ જીતે છે.
૧૧. રોગ પરિષહ-પૂર્વના અશાતાવેદનીય કર્મના ઉદયથી જો શરીરમાં કોઈ પીડા થાય તો મુનિમહારાજ તે રોગથી દુ:ખી થતા નથી પણ પોતાના પૂર્વકર્મનું ફળ જાણી આત્મધ્યાનમાં લીન રહે છે. એને રોગ પરિષહ કહે છે.
૧૨. મળ પરિષ-મુનિમહારાજને સ્નાન વગેરે ન કરવાથી ધૂળ, પરસેવો આદિ આવવાના કારણે મેલ જેવું જામી જાય છે પણ તેના તરફ તેમનું ધ્યાન જતું નથી, કારણ કે પોતાના આત્મગુણોમાં જ લીન રહે છે. એને જ મળ પરિષહ કહે છે.
૧૩. તૃણસ્પર્શ પરિષહ-ચાલતી વખતે અથવા બેસતી વખતે જીવોની રક્ષા કરવામાં તત્પર તે મુનિમહારાજને જો કાંટા, કાંકરા વગેરે પેસી જાય તો તે પીડા દૂર કરવા માટે કાંઈ પણ ઉપાય કરતા નથી પરંતુ પોતાના આત્મધ્યાનમાં જ લીન રહે છે તેને તૃણસ્પર્શ પરિષહ કહે
છે.
૧૪. અજ્ઞાન પરિષ-સંસારના બધા પ્રાણીઓ અજ્ઞાનથી દુઃખી થઈ રહ્યા છે. તેવી જ રીતે જો કોઈ યોગીને પૂર્વ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી તથા ઘણું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com