________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
૨. તૃષા પરિષહુ-બધા જીવો તરસથી ખૂબ દુઃખી થાય છે. જ્યારે મુનિમહારાજ ઉનાળાના વખતે પર્વતની ટોચ ઉપર બેઠા હોય છે અને તેમને તરસ લાગે છે તે વખતે તેમણે એમ વિચારવું જોઈએ કે હે જીવ! તેં સંસારમાં ભટકતાં આખા સંસારનું પાણી પીધું છે તોપણ આ તરસ છીપી નથી. નરકગતિ અને તિર્યંચગતિમાં તે ઘણી તરસ સહજ કરી છે અને ત્યાં થોડું પણ પાણી પીવા માટે મળ્યું નથી, તેથી હવે તું તરસ સહન કર અને આત્મધ્યાનમાં મન લગાવ કે જેથી આ તરસ કાયમને માટે મટી જાય. આ રીતે ચિંતવન કરીને તરસની પીડા સહન કરવી-એને જ તૃષા પરિષહ કહે છે.
૩. શીત પરિષહ-ઠંડીથી સંસારના પ્રાણીઓ ખૂબ દુઃખી થાય છે. લીલાંછમ વૃક્ષો પણ બળી જાય છે એવી પોષ અને માહ મહિનાની ઠંડીમાં પણ મુનિમહારાજ સરોવર કે નદીને કિનારે બેસીને ધ્યાન કરે છે. તે વખતે જ્યારે ઠંડીની પીડા થાય છે તો તે મુનિમહારાજ એવો વિચાર કરે છે કે હે જીવ! તે અનાદિકાળથી ઘણી ઠંડી સહન કરી છે અને તે ઠંડી દૂર કરવાને ઘણા ઉપાય પણ કર્યા પરંતુ આજ સુધી ઠંડી મટી નથી. હવે તે મુનિવ્રત ધારણ કર્યા છે, આ જ પદથી મોક્ષની પ્રાપ્તિ થશે, તેથી હે જીવ! તું આ ઠંડીની બાધા-પીડા સારી રીતે સહન કર. આમ ચિંતવન-વિચાર કરીને આત્મધ્યાનમાં લીન થવું તેને જ શીત પરિષહ કહે છે.
૪. ઉષ્ણ પરિષહ-ઉનાળાની ઋતુમાં સૂર્ય ખૂબ તપી રહ્યો છે, આખી દુનિયાના પ્રાણીઓ ગરમીની પીડાથી વ્યાકુળ થઈ રહ્યા છે. નદી, સરોવરનું જળ સૂકાઈ ગયું છે એવા વખતે મુનિમહારાજ પથ્થરની શિલા પર બેસીને એમ વિચાર કરે છે કે હે આત્મા! અગ્નિપર્યાય ધારણ કરીને ખૂબ ગરમી સહન કરી છે, નરકગતિમાં ખૂબ ગરમી સહન કરી છે, તો અત્યારે કઈ વધારે ગરમી છે? આ વખતે તો તે મુનિવ્રત ધારણ કર્યા છે, આટલી થોડીક ગરમીની બાધા આનંદથી સહન કર –આમ ચિંતવન કરતાં ઉષ્ણ પરિષહુને જીતે છે–એને ઉષ્ણ પરિષહુ કહે છે.
૫. નગ્ન પરિષ-મુનિરાજ સમસ્ત પ્રકારનાં વસ્ત્રોનો ત્યાગ કરીને નગ્નદિગંબરપણે રહેતાં અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીને પોતાના આત્મધ્યાનમાં લીન રહે છે. નગ્ન રહેવાથી રંચમાત્ર દુઃખ માનતા નથી પણ હંમેશા પોતાના આત્મામાં લીન રહે છે-એને જ નગ્ન પરિષહુ કહે છે.
૬. યાચના પરિષ-મુનિરાજને ભલે મહિનાઓ સુધી આહાર ન મળે, વર્ષો સુધી પણ ન મળે છતાં તે મુનિરાજ કદી કોઈ શ્રાવક પાસે આહારની યાચના કરતા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com