________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
તપ કરવા છતાં પણ તથા પઠન-પાઠનનો ઉધમ કરવા છતાં પણ જો જ્ઞાનની વૃદ્ધિ ન થઈ શકે તોપણ તે મુનિરાજ પોતાના મનમાં ખેદ ન કરે કે મને હજી સુધી જ્ઞાન ન થયું. એને અજ્ઞાન પરિષહ કહે છે.
૧૫. અદર્શન પરિષહુ-જગતના જીવો સમસ્ત કાર્યો પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે કરે છે, ત્યાં જ પુરુષાર્થ કરવા છતાં પણ પ્રયોજનની સિદ્ધિ ન થાય તો ક્લેશ માને છે, પણ તે મુનિરાજ એવો વિચાર કરતા નથી કે હું ખૂબ તપ કરું છું, સ્વાધ્યાય કરું છું, સમસ્ત કષાયો ઉપર વિજય મેળવી ચૂક્યો છું, સંયમ પાળું છું, પણ આજ સુધીમાં મને કોઈ ઋદ્ધિ પેદા થઈ નહિ, જ્ઞાનાતિશય થયો નહિ, તો શું આ તપ વગેરેનું કાંઈ ફળ હશે કે નહિ?—એ પ્રકારે તેમના મનમાં કદી સંશય થતો નથી અને અદર્શન પરિષહ કહે છે.
૧૬. પ્રજ્ઞા પરિષહ-સંસારના જીવોને જો થોડું પણ જ્ઞાન થઈ જાય તો તેનું અભિમાન કરવા લાગી જાય છે, પણ મુનિમહારાજને અવધિજ્ઞાન કે મન:પર્યયજ્ઞાન પણ થઈ જાય તોપણ તેમને પોતાના જ્ઞાનનું અભિમાન-ઘમંડ થતું નથી, એને જ પ્રજ્ઞા પરિષહ કહે છે.
૧૭. સત્કા૨પુરસ્કાર પરિષહ-દેવ, મનુષ્ય, તિર્યંચ, સંસારના બધા જીવો આદરસત્કારથી હર્ષિત થાય છે, સત્કાર કરનાર પ્રત્યે મૈત્રી રાખે છે અને અનાદર કરનાર પ્રત્યે શત્રુતા રાખે છે. અજ્ઞાની જીવ અનેક કુગુરુઓ અને કુદેવોને પૂજ્યા કરે છે, પણ મુનિમહારાજના મનમાં એવી ભાવના ઉત્પન્ન થતી નથી કે કોઈ પૂજા કરતું નથી, અર્થાત્ તેઓ કોઈની પાસેથી આદર-સન્માન ઇચ્છતા નથી. આ રીતે સત્કાર-પુરસ્કાર-પરિષવિજયી કહેવાય
૧૮. શય્યા પરિષહું-જગતના જીવ વિષયના અભિલાષી થઈને કોમળ શય્યા ઉપર શયન કરે છે અને મુનિમહારાજ વનવાસી બનીને કાંકરાવાળી જમીન ઉપર પાછલી રાતે એક પડખે થોડી નિદ્રા લે છે. ક્ષીણ શરીરમાં જો કાંકરા કે પથ્થર વાગે તોપણ દુઃખ માનતા નથી, પરંતુ એવી ભાવના ભાવે છે કે હું આત્મા! તે નરકમાં તીવ્ર વેદના સહન કરી છે, ત્યાંના જેવી બીજી કોઈ વિષભૂમિ નથી, એનો તું નકામો ખેદ કરે છે. તે સૈલોક્યપૂજ્ય જિનમુદ્રા ધારણ કરી છે, તું મોક્ષને ઇચ્છે છે તેથી મોહરૂપી નિદ્રાને જીત, સદા જાગ્રત થા, પોતાના સ્વરૂપમાં મગ્ન થા. આ રીતે શય્યા પરિષહુને જીતે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com