________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૬૧
જ્યારે આ શરીર, મન અને વચન પણ આત્માથી જુદાં છે તો આ પ્રગટરૂપે જુદાં એવાં ઘર, મકાન વગેરે એક કેવી રીતે હોઈ શકે? આ જાતનું વારંવાર ચિંતવન કરવું તે અન્યત્વ ભાવના છે.
૬. અશુચિ ભાવના-આ શરીર સદેવ નવદ્વારથી વહેતા મળ-મૂત્રનો ખજાનો મહા અશુચિરૂપ છે અને આત્મા જ્ઞાનમય મહા પવિત્ર છે, તો આત્માનો શરીરાદિથી સંબંધ કેવી રીતે હોઈ શકે ? એમ વારંવાર ચિંતવન કરવું તે છઠ્ઠી અશુચિ ભાવના છે.
૭. આસવ ભાવના-પ મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય, ૧૫ યોગ-એ આસ્રવના ૫૭ ભેદ છે. આ ભેદો વડે આ જીવ હંમેશાં કર્મોનો આસ્રવ કર્યા કરે છે. જ્યાં સુધી (શુદ્ધભાવરૂપ સંવર વડ) તે આગ્નવોનો ત્યાગ ન થાય ત્યાંસુધી આ જીવ સંસારમાંથી છૂટી શકતો નથી. અર્થાત્ જીવને આ આસ્રવ જ દુઃખદાયક પદાર્થ છે –એમ વારંવાર ચિંતવન કરવું તેને જ આગ્નવભાવના કહે છે.
૮. સંવર ભાવના-કર્મોના આગમનને રોકવું તેને જ સંવર કહે છે. આ સંવર જ સંસારથી છોડાવનાર અને મોક્ષમાં પહોંચાડનાર છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુમિ, દશ ધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહ, પાંચ પ્રકારના ચારિત્ર -એ બધાં સંવરનાં કારણ છે. બધા પ્રાણીઓએ આ બધાં કારણોને ધારણ કરી સંવરની પ્રાપ્તિ કરવી જોઈએ. –એવું વારંવાર ચિંતવન કરવું તેને જ સંવર ભાવના કહે છે.
૯. નિર્જરા ભાવના-કર્મોનો એકદેશ ક્ષય થવો તેને નિર્જરા કહે છે. આ નિર્જરા બે પ્રકારની છે : સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા તો સંસારના સમસ્ત જીવોને સદેવ થયા જ કરે છે પણ અવિપાક નિર્જરા તપ વગેરે કરવાથી જ થાય છે અને અવિપાક નિર્જરા વિના જીવ સંસારથી મુક્ત થઈ શકતો નથી. માટે મોક્ષાર્થી જીવોએ આ અવિપાક નિર્જરા અવશ્ય કરવી જોઈએ. એવું વારંવાર ચિંતવન કરવું તેને જ નિર્જરા ભાવના કહે છે.
૧૦. લોક ભાવના-આ અનાદિનિધન લોક કોઈએ બનાવ્યો નથી, કોઈ એનો રક્ષક નથી કે કોઈ એનો નાશ કરનાર નથી. એ સ્વયંસિદ્ધ અવિનાશી-કદી પણ નાશ ન પામનાર છે. આ લોકના ત્રણ ભાગ છે. અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોક. આ જીવ અનાદિકાળથી આ ત્રણે લોકમાં ભ્રમણ કરી રહ્યો છે. આ ત્રણે લોકમાં સુખનો અંશ પણ નથી, એ મહાન દુ:ખની ખાણ છે. આ લોકનો નિવાસ ક્યારે તૂટે એવો વારંવાર વિચાર કરવો એને જ લોકભાવના કહે
છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com