________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
[ નોવૃષવોથિસંવરનિર્નર: ] લોક, ધર્મ, બોધિદુર્લભ, સંવર અને નિર્જરા [ Sતા વશમાવના ] એ બાર ભાવનાઓનું [સતત{] નિરંતર [ મનુપ્રેક્ષ્યા: ] વારંવાર ચિંતવન અને મનન કરવું જોઈએ.
ટીકા:- “ગધ્રુવં મશર નન વિરુત્વે બન્યતા મશૌર્વ શાસ્ત્રવ: સંવર: નિર્જરા તો बोधि वृषः इति द्वादश अनुप्रेक्ष्याः सततं भावनीयाः।'
અર્થ - ૧. અનિત્ય ભાવના-સંસારની સમસ્ત વસ્તુઓ શરીર, ભોગાદિ બધું નાશવાન છે, આત્મા નિત્ય છે, ધ્રુવ છે, માટે અધુવ વસ્તુને છોડીને ધ્રુવ વસ્તુમાં ચિત્ત લગાવવું એને જ અનિત્ય ભાવના કહે છે.
૨. અશરણ ભાવના-આ જગતમાં કોઈ કોઈને શરણ નથી, બધા પ્રાણી કાળને વશ છે, કાળથી બચાવનાર કોઈ નથી. વ્યવહારનયથી ચાર શરણ છે-અતનું શરણ, સિદ્ધનું શરણ, સાધુનું શરણ અને જૈનધર્મનું શરણ, અને વાસ્તવમાં નિશ્ચયનયથી કેવળ પોતાનો આત્મા જ શરણ છે, બીજાં નહિ. એવો (સ્વસમ્મુખતા-સહિત) વિચાર કરવો તે આ બીજી અશરણ ભાવના છે.
૩. સંસાર ભાવના-સંસાર બહુ દુ:ખરૂપ છે, ચારે ગતિમાં કયાંય પણ સુખ નથી. નરક ગતિમાં તો પ્રગટરૂપ તાડન, ભેદન-છેદન, ઇત્યાદિ ઘણાં દુ:ખ છે, તિર્યંચ ગતિમાં ભૂખ, તરસ, ઘણો ભાર લાદવો વગેરે દુ:ખ છે. મનુષ્ય ગતિમાં પણ અનેક ચિંતા, વ્યાકુળતા વગેરે ઘણાં દુઃખ છે, દેવગતિમાં પણ વિષય-વાસના છે અને નાના દેવો મોટા દેવોનો વૈભવ જોઈને દુઃખી થાય છે, દેવોનું આયુષ્ય લાંબું અને દેવાંગનાઓનું આયુષ્ય ટૂંકું હોવાથી વિયોગમાં અવશ્ય દુ:ખ થાય છે. મરણના છ માસ અગાઉ જ્યારે માળા કરમાવા લાગે છે ત્યારે અત્યંત ખેદ અને દુઃખ થાય છે વગેરે પ્રકારે દેવગતિમાં પણ ઘણાં દુ:ખ છે. એક સુખ માત્ર પંચમગતિ અર્થાત્ મોક્ષમાં છે તેથી પ્રત્યેક પ્રાણીએ ચાર ગતિરૂપ સંસારથી ઉદાસીન થઈને પંચમગતિ પ્રાપ્ત કરવાનો ઉપાય કરવો જોઈએ. આવું હંમેશાં ચિંતન કરતા રહેવું તે ત્રીજી સંસાર ભાવના છે.
૪. એકત્વ ભાવના-આ આત્મા સદા એકલો જ છે. જન્મમાં તથા મરણમાં એકલો છે, તેનો કોઈ સંગી નથી. તે સુખ ભોગવવામાં એકલો, સંસારભ્રમણ કરવામાં એકલો, નિર્વાણ થવામાં પણ એકલો. સદા આત્મા એકલો જ રહે છે, તેનો સાથી કોઈ નથી એવું હંમેશાં વિચારવું તેને એકત્વ ભાવના કહે છે.
૫. અન્યત્વ ભાવના-સંસારના જેટલા પદાર્થો છે તે બધા જુદા જુદા છે, કોઈ પદાર્થ કોઈ પદાર્થમાં મળેલો નથી, મન, વચન, કાયા એ બધાં આત્માથી જુદાં છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com