________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
૧૧. બોધિદુર્લભ ભાવના-સંસારમાં બધી જ વસ્તુઓ સુલભ છે અર્થાત્ શીઘ્ર જ બધાને પ્રાપ્ત થઈ શકે છે, પણ જો કાંઈ દુર્લભ અને કઠિન હોય તો તે એક કેવળજ્ઞાન છે. અને કેવળજ્ઞાન વિના આ જીવને મોક્ષ મળી શકતો નથી, માટે પ્રત્યેક પ્રાણીએ તે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં તત્પર અને પ્રયત્નશીલ થવું જોઈએ. જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય ત્યાંસુધી આ આત્મા સંસારમાં ભ્રમણ કરતો જ રહેશે. તેથી હું આત્મા! જો તારે વાસ્તવિક સુખની પ્રાપ્તિ કરવી હોય તો તું શીધ્ર ચાર ઘાતિકર્મોનો નાશ કરી શીધ્ર જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર. -આ પ્રકારનું વારંવાર ચિંતવન કરતા રહેવું તેને જ બોધિદુર્લભ ભાવના કહે છે.
૧૨. ધર્મભાવના-વાસ્તવમાં જીવને સુખ આપનારી વસ્તુ એક ધર્મ છે, કેમકે ધર્મ નામ સ્વભાવનું છે. પ્રત્યેક વસ્તુનો જે સ્વભાવ છે તેને જ ધર્મ કહે છે. જ્યારે તે દ્રવ્ય પોતાના સ્વભાવમાં પરિણમન કરે છે ત્યારે તે સુખી અને શુદ્ધ કહેવાય છે. આ આત્માનો જે જ્ઞાનગુણ છે તે જ એનો ધર્મ છે. જ્યાંસુધી તે જ્ઞાનધર્મનો અથવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર એ ત્રણે ધર્મોનો પૂર્ણ વિકાસ નહિ થાય ત્યાંસુધી આ આત્મા સંસારના બંધનમાંથી છૂટી શકતો નથી.
ઉત્તમ ક્ષમા, માર્દવ વગેરે પણ આત્માના જ ધર્મ છે તથા દયા કરવી એ પણ આત્માનો ધર્મ છે. જોકે આ ધર્મ પ્રત્યેક સંસારી આત્મામાં વિરાજમાન છે તોપણ જ્યાંસુધી એનો આત્મામાં વિકાસ ન થાય ત્યાંસુધી આ આત્મા સંસારરૂપી જેલમાંથી છૂટી શકતો નથી અર્થાત્ મોક્ષ પામી શકતો નથી, માટે આ પ્રમાણે વારંવાર ચિંતવન કરતા રહેવું એને જ ધર્મભાવના કહે છે.-આ રીતે બાર ભાવનાઓનું વર્ણન કર્યું કેમકે સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં એ પ્રધાન સહાયક છે. બાર ભાવનાઓનું ચિંતવન કરવાથી આ વૈરાગ્યની પુષ્ટિ થાય છે માટે એનું સદૈવ ચિંતવન કરવું જોઈએ. ૨૦૫.
બાવીશ પરિષહો
क्षुत्तृष्णा हिममुष्णं नग्नत्वं याचनारतिरलाभः। दंशो मशकादीनामाक्रोशो व्याधिदुःखमङ्गमलम्।। २०६ ।। स्पर्शश्च तृणादीनामज्ञानमदर्शनं तथा प्रज्ञा। सत्कारपुरस्कार: शय्या चर्या वधो निषद्या स्त्री।। २०७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com