________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૫૭
જે મુનિને મનગુતિ હોય છે તેમને અવધિજ્ઞાન અવશ્ય નિયમથી હોય છે. જ્યારે ત્રણે ગુપ્તિ થઈ જાય છે ત્યારે આત્મધ્યાન હોય છે. ૨૦૨.
પાંચ સમિતિ
सम्यग्गमनागमनं सम्यग्भाषा तथैषणा सम्यक् । सम्यग्ग्रहनिक्षेपौ व्युत्सर्ग: सम्यगिति समितिः।। २०३।।
અન્વયાર્થ:- [સામનામન] સાવધાનીથી સારી રીતે ગમન અને આગમન, [ સખ્યભાષા] ઉત્તમ હિતમિતરૂપ વચન, [ સભ્ય ઇષTT] યોગ્ય આહારનું ગ્રહણ, સંચનિક્ષેપ ] પદાર્થનું યત્નપૂર્વક ગ્રહણ અને યત્નપૂર્વક પણ કરવું [ તથા ] અને સચવ્યુત્સ: ] પ્રાસુક ભૂમિ જોઈને મળ-મૂત્રાદિનો ત્યાગ કરવો-[ તિ] એ રીતે આ પાંચ [ સમિતિ: ] સમિતિ છે.
ટીકાઃ- “સમના મનં સભાષા તથા સભ્ય ઉષTI સભ્ય નિક્ષેપ: સચવ વ્યુત્સ: તિ (પં) સમિતિ:' અર્થ:-૧-ઈર્યાસમિતિ-બે ઘડી સૂર્ય ઊગ્યા પછી રસ્તો પ્રાસુક થઈ ગયા પછી યત્નાચારપૂર્વક ચાર હાથ પ્રમાણ જમીન જોઈ સંભાળીને આવવું-જવું.
૨-ભાષાસમિતિ-હિતકારી અને થોડાં એવાં વચન બોલવાં કે જે સાંભળતાં કોઈ પણ પ્રાણીને દુ:ખ ન થાય.
૩-એષણાસમિતિ-છંતાળીસ દોષ, બત્રીસ અંતરાય ટાળીને ઉત્તમ કુલીન શ્રાવકને ઘેર આચારસહિત વિધિપૂર્વક શુદ્ધ પ્રાસુક આહાર એકવાર લેવો.
૪-આદાનનિક્ષેપણસમિતિ –ાચારપૂર્વક જોઈ સંભાળીને પુસ્તક, પીંછી, કમંડળ વગેરે લેવું-મૂકવું.
પ-પ્રતિષ્ઠા૫નાસમિતિ-જોઈ સંભાળીને નિર્જીવ સ્થાનમાં કફ, મળ, મૂત્ર વગેરેનો ત્યાગ કરવો, લીલોતરી ઉપર અથવા ભીની જમીન પર મળત્યાગ ન કરવો. –આ રીતે સમિતિનું વર્ણન કર્યું. આ પાંચે સમિતિ ગુતિના પાલનમાં સહાયક થાય છે અને જેવી રીતે સમિતિનું કથન કર્યું છે તે પ્રકારે પાલન તો મુનિમહારાજ જ કરે છે, તોપણ જેટલું બની શકે તેટલું શ્રાવકે પણ પાલન કરવું જોઈએ. જેમ કે શ્રાવકે જોઈ સંભાળીને ચાલવું જોઈએ, ઓછું અને હિતકારી વચન બોલવું જોઈએ, શુદ્ધ પ્રાસુક આહાર લેવો, બધી વસ્તુઓ જોઈ સંભાળીને લેવી-મૂકવી અને જોઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com