________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
૪. પ્રતિક્રમણ-પોતે કરેલા દોષોનો પશ્ચાત્તાપ કરવો. અર્થાત્ જ્યારે પોતાનાથી કોઈ દોષ કે ભૂલ થઈ જાય ત્યારે તે પોતાના ગુરુ સમક્ષ પ્રગટ કરી તે ભૂલ માની લેવી એ જ પ્રતિક્રમણ છે.
૫. પ્રત્યાખ્યાન-જે રત્નત્રયમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર છે તેને મન, વચન અને કાયાથી રોકવા અને તેમનો ત્યાગ કરવો તેને જ પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખ્યાન ૧. અખંડિત, ૨. સાકાર, ૩. નિરાકાર, ૪. પરિમાન, ૫. ઇતરત, ૬, વર્તનીપાત, ૭. સહેતુક ઇત્યાદિ ભેદથી ૧૦ પ્રકારનું છે.
૬. વ્યુત્સર્ગ-શરીરનું મમત્વ છોડીને વિશેષ પ્રકારના આસનપૂર્વક ધ્યાન કરવું એ વ્યુત્સર્ગ નામનું છઠું આવશ્યક છે.
ભાવાર્થ:- આ રીતે છ આવશ્યકોનું વર્ણન કર્યું કે જે મુનિઓએ અને શ્રાવકોએ પણ પાળવું જોઈએ. મુનિ અને શ્રાવકોએ તેમનું પાલન પ્રતિદિન જરૂર કરવું જોઈએ તેથી જ એમનું નામ આવશ્યક છે. માટે મુનિઓએ તેનું પાલન સર્વદશ કરવું જોઈએ અને શ્રાવકોએ પોતાની યોગ્યતા અનુસાર એકદેશ કરવું જોઈએ. ૨૦૧.
ત્રણ ગુતિઓનું વર્ણન सम्यग्दण्डो वपुषः सम्यग्दण्डस्तथा च वचनस्य। मनस: सम्यग्दण्डो गुप्तीनां त्रितयमवगम्यम्।। २०२।।
અન્વયાર્થ:- [ વપુષ:] શરીરને [ સચ:] સારી રીતે શાસ્ત્રોક્ત વિધિથી વશ કરવું, [ તથા] તથા [ વનસ્ય] વચનનું [ સચવું] સારી રીતે અવરોધન કરવું [૨] અને [મનસ:] મનનો [ સ પ્ટ:] સમ્યકપણે નિરોધ કરવો-આ રીતે [ગુપ્તીનાં ત્રિતયમ્] ત્રણ ગુપ્તિઓને [કવચમ્ ] જાણવી જોઈએ.
ટીકા:- ‘વપુષ: સભ્ય ૭: તથા વનચ સચડ્ડ: ૨ મનસ: સચવું: રૂતિ ગુપ્તીનાં ત્રિતયે નમનુષ્પ ' અર્થ:-શરીરને વશ કરવું, વચનને વશ કરવાં અને મનને વશ કરવું-આ ત્રણે ગુપ્તિ જાણવી જોઈએ.
ભાવાર્થ:- ગુપ્તિ નામ ગોપવવાનું અથવા છુપાવવાનું છે. જેમ કે મનની ક્રિયા રોકવી એટલે મનની ચંચળતા રોકી એકાગ્રતા કરી લેવી તે મનગુપ્તિ છે તથા વચનને ન બોલવા તે વચનગુપ્તિ છે અને શરીરની ક્રિયા રોકવી અર્થાત્ સ્થિર થઈ જવું તે કાયગુપ્તિ છે. આ ત્રણે ગુપ્તિઓમાંથી મનોગુપ્તિનું પાલન જ ઘણું કઠિન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com