________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
સંભાળીને જીવરહિત સ્થાનમાં મળ-મૂત્ર વગેરેનું ક્ષેપણ કરવું. એ રીતે યથાશક્તિ શ્રાવકોએ પાલન કરવું જોઈએ. ૨૦૩.
દશ ધર્મો
धर्म: सेव्यः क्षान्तिम॒दुत्वमृजुता च शौचमथ सत्यम्। आकिञ्चन्यं ब्रह्म त्यागश्च तपश्च संयमश्चेति।।२०४।।
અન્વયાર્થઃ- [ક્ષત્તિ ] ક્ષમા, [મૃત્વમ ] માર્દવ, [gd] સરળપણું અર્થાત આર્જવ, [ શૌર્] શૌચ, [ 16 ] પછી [ સત્યમ્ ] સત્ય, [૨] તથા [ ગાગ્નેિન્ચ ] આકિંચન, [વ્રા] બ્રહ્મચર્ય, [૨] અને [ત્યારેT: ] ત્યાગ, [૨] અને [ તા:] તપ, [૨] અને [ સંયમ: ] સંયમ-[ રૂતિ] એ રીતે [ ધર્મ:] દશ પ્રકારનો ધર્મ [ સેવ્ય:] સેવન કરવા યોગ્ય છે.
ટીકા:- ક્ષાન્તિ: મૃદુત્વે ત્રટનુતા | શૌવ 3થ સત્ય સાન્વેિન્ચ વ્રહ્મ વે ત્યા : ૨ તપ: ૨ સંયમ: રૂતિ ધર્મ: સેલુ: અર્થ:-૧-ક્રોધનો ત્યાગ કરી ક્ષમા ધારણ કરવી તે ઉત્તમક્ષમા પહેલો ધર્મ છે. ૨-માન કષાયનો ત્યાગ કરીને કોમળતા ધારણ કરવી તે ઉત્તમ માર્દવ નામનો બીજો ધર્મ છે. ૩-માયાચાર (કપટ)નો ત્યાગ કરીને સરળતા ધારણ કરવી તે આર્જવ નામનો ત્રીજો ધર્મ છે. ૪-લોભનો ત્યાગ કરી સંતોષ ધારણ કરવો તે શૌચ નામનો ચોથો ધર્મ છે. શૌચા નામ શુદ્ધિનું છે. આ શુદ્ધિ બે પ્રકારની છે. ૧ બાહ્યશુદ્ધિ, ૨ અંતરંગશુદ્ધિ. સ્નાન વગેરેથી શરીરને પવિત્ર રાખવું એ બાહ્યશુદ્ધિ છે અને લોભકષાયનો ત્યાગ કરવો એ અંતરંગશુદ્ધિ છે. આ બન્ને પ્રકારની શુદ્ધિ કરવી એને જ શૌચધર્મ કહે છે. અહીં આ એક વાત વિચારવા જેવી છે કે આ બન્ને શુદ્ધિ ગૃહસ્થ-શ્રાવકની અપેક્ષાએ જ છે, મુનિની અપેક્ષાએ નથી; કારણ કે મુનિમહારાજને તો અંતરંગશુદ્ધિની જ મુખ્યતા છે.
પ-બીજાને દુઃખ ઉત્પન્ન કરનાર, નિન્દનીય કપટી વચનો ન બોલવાં તેને સત્ય કહે છે અને એ જ પાંચમો ઉત્તમ સત્યધર્મ છે. ૬-પાંચ ઇન્દ્રિયના વિષયોને તથા મનના વિષયને રોકવા અને છ કાયના જીવોની હિંસા ન કરવી એને જ સંયમ કહે છે. વ્રતોનું ધ્યાન કરવાથી, સમિતિઓનું પાલન કરવાથી, કષાયોનો નિગ્રહ કરવાથી અને મન-વચન-કાયાને વશ રાખવાથી આ સંયમનું પાલન થાય છે. એ જ છઠ્ઠો સંયમ ધર્મ છે. ૭-જેવી રીતે સોનાનો મેલ દૂર કરવા માટે અગ્નિનો તાપ દેવામાં આવે છે તેવી જ રીતે આત્મા સાથે લાગેલાં કર્મો દૂર કરવાને માટે (સર્વજ્ઞવીતરાગ કથિત).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com