________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ:- [અનશનમ્] અનશન, [અવમૌવર્ય] ઊણોદર, [વિવિત્ત શય્યાસન] વિવિક્ત શય્યાસન, [ રસત્યા: ] ૨સ પરિત્યાગ, [ બલવન્તેશ:] કાયક્લેશ [૪] અને [વૃત્તે: સંધ્યા ] વૃત્તિની સંખ્યા[ તિ] એ રીતે [વાદ્ઘ તપ: ] બાહ્યતપનું [નિષેવ્યસ્] સેવન કરવા યોગ્ય છે.
૧૫૨ ]
ટીકા:- ‘અનશનું અવમૌર્ય વિવિશય્યાસનું રસત્યાગ: હાયવજ્ઞેશ: શ્વ વૃત્ત: સંધ્યા: વાહ્યં તપ: કૃતિ નિષેવ્યમ્। ' અર્થ:-૧-અનશન તપ-અર્થાત્ ઉપવાસ દ્વારા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો. ખાધ, સ્વાઘ, લેહ્ય અને પેય એ-રીતે આહાર ચાર પ્રકારનો છે. ૨અવમૌદય તપ-એટલે એકાશન કરવું, ભૂખથી ઓછું ખાવું, એ બેઉ પ્રકારના તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે અને ધ્યાનની પ્રાપ્તિ થાય છે. નિદ્રા મટે છે, દોષ ઘટે છે, સંતોષ થાય છે, સ્વાધ્યાય કરવામાં મન લાગે છે. ૩-વિવિક્ત શય્યાસન-જ્યાં મનુષ્યોનું આવાગમન ન હોય એવા એકાંત સ્થાનમાં વાસ કરવો. ૪-૨સત્યાગ-દૂધ, દહીં, ઘી, સાકર અને તેલ-આ પાંચ
રસનો ત્યાગ અને મીઠાનો તેમ જ લીલોતરીનો પણ ત્યાગ કરવો તેને રસત્યાગ કહે છે. જોકે ૨સ તો પાંચ જ છે તોપણ ઇન્દ્રિયસંયમની અપેક્ષાએ સાતેનો ત્યાગ કરવો જોઈએ. એના ત્યાગનો ક્રમ મીઠું, લીલોતરી, સાકર, ઘી, દૂધ, દહીં અને તેલ એ પ્રમાણે છે. અને તે રવિવારના દિવસથી શરૂ કરવું જોઈએ. ૫-કાયક્લેશ-શરીરને પરિષહ ઉપજાવીને પીડા સહન કરવી તેનું નામ કાયક્લેશ છે આ કાયક્લેશનો અભ્યાસ કરવાથી અનેક કઠોર ઉપસર્ગ સહન કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, શરીર સાથેનો મમત્વભાવ ઘટે છે અને રાગનો અભાવ થાય છે. ૬વૃત્તિસંખ્યા-વૃત્તિની મર્યાદા કરી લેવી. જેમ કે આજે મને આવું ભોજન મળે તો હું આહાર કરીશ અથવા આટલાં ઘરે ભોજન માટે જઈશ વગેરે પ્રકારથી નિયમ કરી લેવો. આ રીતે છ પ્રકારનાં બાહ્યતપનું નિરૂપણ કર્યું. ૧૯૮.
હવે અંતરંગ તપોનું નિરૂપણ કરે છેઃ
અંતરંગ તપના છ ભેદ
विनयो वैयावृत्त्यं प्रायश्चित्तं तथैव चोत्सर्गः । स्वाध्यायोऽथ ध्यानं भवति निषेव्यं तपोऽन्तरङ्गमिति। ‰°°11
અન્વયાર્થ:- [વિનય: ] વિનય, [ વૈયાવૃત્ત્વ] વૈયાવૃત્ય, [પ્રાયશ્વિતં] પ્રાયશ્ચિત્ત [તથૈવ ૬] અને એવી જ રીતે [ ઉત્સર્ન: ] ઉત્સર્ગ, [ સ્વાધ્યાયઃ ] સ્વાધ્યાય [ અથ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com