________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૧૫૩
ત્તરમ] અંતરંગ [ તા:] તપ [નિષેવ્યું] સેવન
અને [ ધ્યાનં] ધ્યાન-[ફતિ] એ રીતે [ કરવા યોગ્ય [મવતિ] છે.
ટીકાઃ- “વિના: વૈયાવૃાં પ્રાયશ્ચિત્ત ૨ ૩: તળેવ સ્વાધ્યાય: ધ્યાન તિ અન્તરંતિપ: નિષેવ્ય' અર્થ-૧-વિનય-વિનય અંતરંગતપ ચાર પ્રકારનું છે. ૧. દર્શન વિનય, ૨. જ્ઞાન વિનય, ૩. ચારિત્ર વિનય અને ૪. ઉપચાર વિનય.
૧. સમ્યગદર્શનની પ્રાપ્તિનો ઉપાય કરવો, સમ્યગ્દર્શનના મહામ્મનો પ્રચાર કરવો, સમ્યગ્દષ્ટિ જીવોની વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા તથા પોતાનું સમ્યગ્દર્શન સદા નિર્દોષ રાખવુંએ દર્શનવિનય છે. ૨. જ્ઞાનની પ્રાપ્તિ કરવી, જ્ઞાનનો પ્રચાર કરવો, સ્વાધ્યાયશાળા, વિધાલય ખોલાવવાં, શાસ્ત્રો વહેંચવા-એ બધો જ્ઞાનવિનય છે. ૩. ચારિત્ર પ્રાપ્ત કરવું, ચારિત્રનો ઉપદેશ દેવો વગેરે ચારિત્રવિનય છે. ૪. રત્નત્રયધારકોનો અને બીજા ધર્માત્મા ભાઈઓનો શારીરિક વિનય કરવો, તે આવે ત્યારે ઊભા થવું, નમસ્કાર કરવા, હાથ જોડવા, પગે પડવું વગેરેએ બધો ઉપચારવિનય છે. તીર્થક્ષેત્રની વંદના કરવી એ પણ ઉપચારવિનય છે, પૂજા-ભક્તિ કરવી એ પણ ઉપચારવિનય છે. રત્નત્રયની પ્રાપ્તિ કરવી એ જ સાચો વિનય છે. આ રીતે વિનયતાનું વર્ણન પૂર્ણ કર્યું.
૨-વૈયાવૃત્ય-પોતાના ગુરુ વગેરે આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ, અજિંકા, શ્રાવક, શ્રાવિકા, ત્યાગી ઇત્યાદિ ધર્માત્મા સજ્જોની સેવા-સુશ્રુષા કરવી અને વૈયાવૃત્ય કહે છે. કોઈ વાર કોઈ વ્રતધારીને રોગ થઈ જતાં શુદ્ધ પ્રાસુક ઔષધથી તેમનો રોગ દૂર કરવો, જંગલોમાં વસતિકા, કુટી વગેરે બનાવવાં, એ બધું વૈયાવૃત્ય જ છે.
૩-પ્રાયશ્ચિત્ત-પ્રમાદથી જે કાંઈ દોષ થઈ ગયો હોય તેને પોતાના ગુરુ સામે પ્રગટ કરવો, તેમના કહેવા પ્રમાણે તે દોષને દોષ માનીને તથા આગામી કાળમાં તે પ્રમાણે ન કરવાની પ્રતિજ્ઞા કરીને જે કાંઈ દંડ દે તે દંડનો સ્વીકાર કરવો તેને પ્રાયશ્ચિત્ત અંતરંગતપ કહે છે. એનાથી વ્રત-ચારિત્રની શુદ્ધિ થાય છે. ૧. આલોચન, ૨. પ્રતિક્રમણ, ૩. આલોચન પ્રતિક્રમણ, ૪. વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. પરિહાર અને ૯. ઉપસ્થાપના-એ રીતે પ્રાયશ્ચિત્તના નવ ભેદ છે.
૪-ઉત્સર્ગ-શરીરમાં મમત્વનો ત્યાગ કરવો તથા ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરવો અને સંસારની વસ્તુઓને પોતાની ન માનવી ઇત્યાદિ મમત્વ-અહંકારબુદ્ધિનો ત્યાગ કરવો તેને જ ઉત્સર્ગ નામનું અંતરંગતપ કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com