________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
શ્રાવક સમ્યગ્દર્શનનો ધારક હોય છે, તે સાત વ્યસનોનો ત્યાગી અને આઠ મૂળગુણોનો પાળનાર છે. ૨. નૈષ્ઠિક શ્રાવક ઉપરની વાતો સહિત બાર વ્રતોનું પાલન કરે છે. એ નૈષ્ઠિક અવસ્થા જીવનપર્યત રહે છે. ૩. સાધક-શ્રાવક જ્યારે મરણનો સમય નિકટ આવી જાય છે ત્યારે તે નૈષ્ઠિક શ્રાવક સાધક અવસ્થાને પ્રાપ્ત થઈ શકે છે. –આ રીતે જે મનુષ્ય આ ત્રણે અવસ્થાઓને પ્રાપ્ત કરે છે તે અવશ્ય સ્વર્ગને પામી શકે છે અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. એ જ મોક્ષપ્રાપ્તિનો ક્રમ છે. ૧૯૫.
અતિચારનો ત્યાગ કરવાનું ફળ
इत्येतानतिचारानपरानपि संप्रतयं परिवर्ण्य। सम्यक्त्वव्रतशीलैरमलैः पुरुषार्थसिद्धिमेत्यचिरात्।।१९६।।
અન્વયાર્થઃ- [ તિ] એ પ્રકારે ગૃહસ્થ [પતાન] આ પૂર્વે કહેલા [ ગતિવીરાન] અતિચાર અને [ કપરા ] બીજા દોષ ઉત્પન્ન કરનાર અતિક્રમ, વ્યતિક્રમ આદિનો [ પ ] પણ [ સંપ્રતર્યું] વિચાર કરીને [ પરિવર્ષે] છોડીને [સમલૈ] નિર્મળ [સભ્યત્ત્વવ્રતશીૌં:] સમ્યકત્વ, વ્રત અને શીલ દ્વારા [ વિરા] થોડા જ કાળમાં [પુરુષાર્થસિદ્ધિન] પુરુષના પ્રયોજનની સિદ્ધિ [fa] પામે છે.
ટીકા:- ‘તિ તાન તિવારીન પિ અપાન સમૃતવર્ય ૨ પરિવર્ષે અમર્ત સગ્યવત્ત્વવ્રતશીશ્ન: મરીન પુરુષાર્થરિદ્ધિમ તિ' અર્થ-આ રીતે આ અતિચાર અને બીજા પણ જે દોષ છે તેને સારી રીતે વિચારીને છોડ છે અને નિર્દોષ સમ્યગ્દર્શન, ૫ અણુવ્રત, ૪ શિક્ષાવ્રત, ૩ ગુણવ્રત-એ બધા વ્રતોના પાલન દ્વારા જીવ શીધ્ર જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે.
ભાવાર્થ- પુરુષ નામ આત્માનું છે અને અર્થ નામ મોક્ષનું છે. આ રીતે (સ્વાશ્રિત નિશ્ચયશુદ્ધિ સહિત) વ્રતોના પાલનથી સમ્યક્રચારિત્રની પ્રાપ્તિ થાય છે અને સમ્મચારિત્રની પ્રાપ્તિ થવાથી શીઘ્ર જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. તપ વિના સમ્યક્રચારિત્રની પ્રાપ્તિ થતી નથી.૧૯૬.
૧. સમ્યકતાનો અર્થ શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અથવા નિજપરમાત્માના આશ્રયે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધિવડ શુભાશુભ ઇચ્છાઓના નિરોધપૂર્વક આત્મામાં નિર્મળ-નિરાકુળ જ્ઞાનઆનંદના અનુભવથી અખંડિત પ્રતાપવંત રહેવું; નિસ્તરંગ ચૈતન્યરૂપે શોભિત થવું તે તપ છે. આવું નિશ્ચયતપ ભૂમિકાનુસાર સાધકને હોય છે. ત્યાં બાહ્યમાં ૧૨ પ્રકારના તપમાંથી યથાયોગ્ય નિમિત્ત હોય છે, તેનું જ્ઞાન કરાવવા માટે તેને વ્યવહારતપ કહેવાય છે. (વિશેષપણે સમજવા માટે જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક અ૦ ૭, નિર્જરાતત્ત્વની શ્રદ્ધાની અયથાર્થતા).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com