________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૧૪૩
એને ન્યાસઅપહાર કહે છે. જૂઠી રસીદો લખી આપવી અથવા પરાણે લખાવી લેવી કૂટલેખ છે. ૧૮૪.
અચૌર્ય અણુવ્રતના પાંચ અતિચાર
प्रतिरूपव्यवहारः स्तेननियोगस्तदाहृतादानम्। राजविरोधातिक्रमहीनाधिकमानकरणे च।। १८५।।
અન્વયાર્થઃ- [પ્રતિરુપવ્યવદાર: ] પ્રતિરૂપ વ્યવહાર એટલે સાચી વસ્તુમાં ખોટી વસ્તુ ભેળવીને વેચવી, [સ્નેનનિયોn: ] ચોરી કરનારાઓને મદદ કરવી, [ તવીતાવાન- ] ચોરે લાવેલી વસ્તુઓ રાખવી, [૨] અને [ TMવિરોધાતિ મદીનાથિવ માનવરો ] રાજાએ પ્રચલિત કરેલા નિયમોનું ઉલ્લંઘન કરવું, માપવાના કે તોળવાના ગજ, કાંટા, તોલા વગેરેના માપમાં હીનાધિક કરવું-(તે ગ્વિીસ્તેયવ્રતચ) એ પાંચ અચૌર્યવ્રતના અતિચાર છે.
ટીકા:- ‘પ્રતિરુવ્યવ૬૨: સ્પેનનિયો : ત&િતાવીનમ્ રાખવિરોધાતિઝમ: ૨ દીનાધિમાનરને રૂતિ વીર્યાનુવ્રતસ્ય પુષ્ય તીવારી: સન્તિા' અર્થ-૧. જૂઠી વસ્તુને (અશુદ્ધ વસ્તુને) ઠીક જેવી કરીને સાચી વસ્તુમાં ભેળવીને ચલાવવી, એનું નામ પ્રતિરૂપ વ્યવહાર છે, ૨. ચોરીની પ્રેરણા કરવી અથવા ચોરી કરવાનો ઉપાય બતાવવો એ બીજો સ્તનપ્રયોગ અતિચાર છે, ૩. ચોરીની વસ્તુ ખરીદવી એ ત્રીજો અતિચાર છે, ૪. રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું અથવા રાજાનો કર ન આપવો એ ચોથો અતિચાર છે. ૫. અધિક મૂલ્યવાળી વસ્તુમાં ઓછા મૂલ્યવાળી વસ્તુ ભેળવવી, માપવા-તોળવાનાં વાસણ, ત્રાજવાં વગેરે ઓછાવત્તાં રાખવાં એ પાંચમો અતિચાર છે. –આ પાંચ અચૌર્ય અણુવ્રતના અતિચાર છે. ૧૮૫.
બ્રહ્મચર્ય અણુવ્રતના પાંચ અતિચાર બતાવે છે -
स्मरतीव्राभिनिवेशोऽनङ्गक्रीडान्यपरिणयनकरणम्। अपरिगृहीतेतरयोर्गमने चेत्वरिकयो: पञ्च ।। १८६।।
અન્વયાર્થ- [ સ્મરતીવ્રામનિવેશ: ] કામસેવનની અતિશય ઇચ્છા રાખવી, [ ની] યોગ્ય અંગો સિવાય બીજાં અંગો સાથે કામક્રીડા કરવી, [ ન્યપરિળયનરમ્] બીજાના વિવાહ કરવા [ ] અને [કારિગૃહીતેતરયો: ] કુંવારી કે પરણેલી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com