________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ:- [દિતાનપેક્ષા] આ લોક સંબંધી ફળની ઇચ્છા ન રાખવી, [ ક્ષાન્તિ: ] ક્ષમા અથવા સહનશીલતા, [નિપટા] નિષ્કપટપણું, [અનસૂયત્વમ્ ] ઇર્ષારહિતપણું, [ અવિષાવિત્વમુવિત્વ ] અખિન્નભાવ, હર્ષભાવ અને [ નિહારિત્વમ્ ] નિરભિમાનપણું [ તિ]-એ રીતે આ સાત [હિ] નિશ્ચયથી [ વાતૃમુળા: ] દાતાના ગુણ છે.
ટીકા:- ‘દિ પેદિતાનપેક્ષા, ક્ષાન્તિ:, નિષ્કપટતા, અનસૂયત્વમ્, અવિષાવિત્વમ્— મુવિત્વમ્, નિ ંારિત્વમતિ સપ્ત વાતૃમુળા: સન્તિ।' અર્થ:-૧-ઐહિકલ-અનપેક્ષા-દાન આપીને આ લોક સંબંધી સારા ભોગોપભોગની સામગ્રીની ઇચ્છા ન કરવી. ૨-ક્ષાન્તિ-દાન આપતી વખતે ક્ષમાભાવ ધારણ કરવો. ૩-નિષ્કપટતા-કપટ ન કરવું તે. બહારમાં ભક્તિ કરે અને અંતરંગમાં પરિણામ ખરાબ રાખે તેમ ન કરવું જોઈએ. ૪-અનસૂયત્વમ્-બીજા દાતા પ્રત્યે દુર્ભાવ ન રાખવો. અર્થાત્ પોતાને ઘેર મુનિ મહારાજનો આહાર ન થવાથી અને બીજાના ઘેર આહાર થવાથી બીજા પ્રત્યે બુરો ભાવ ન રાખવો. ૫-અવિષાદપણું-વિષાદ ન કરવો તે. અમારે ત્યાં સારી વસ્તુ હતી તે અમે આપી શકયા નહિ વગેરે પ્રકારે ખિન્નતા કરવી નહિ. ૬મુદિતપણું-દાન આપીને ખૂબ હર્ષ ન કરે. ૭-નિરહંકારીપણું-અભિમાન ન કરવું તે. અમે મહાન દાની છીએ ઇત્યાદિ પ્રકારે મનમાં અભિમાન ન કરવું. આ `સાત ગુણ દાતાના છે. તે પ્રત્યેક દાતામાં અવશ્ય હોવા જોઈએ. આ રીતે નવ પ્રકારની ભક્તિપૂર્વક તથા સાત ગુણ સહિત જે દાતા દાન આપે છે તે દાન ઘણું ફળ આપનાર થાય છે અને જે એ સિવાય દાન આપે છે તે ઘણું ફળ આપનાર થતું નથી. ૧૬૯.
કેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ એ હવે બતાવે છેઃ
रागद्वेषासंयममददुःखभयादिकं न यत्कुरुते । द्रव्यं तदेव देयं सुतपः स्वाध्याय वृद्धिकरम् ।। १७० ।।
અન્વયાર્થ:- [[] જે [દ્રવ્ય] દ્રવ્ય [રાદ્વેષાસંયમમવવું:સ્વમયાવિ] રાગ, દ્વેષ, અસંયમ, મદ, દુ:ખ, ભય આદિ [TM તે] કરતું નથી અને [ સુતવ: સ્વાધ્યાય
૧. રત્નકરણ્ડ શ્રાવકાચાર ગા૦ ૧૩૩ માં દાતાના સાત ગુણ-૧ ભક્તિ-ધર્મમાં તત્પર રહી, પાત્રોના ગુણોના સેવનમાં લીન થઈ, પાત્રને અંગીકાર કરે, પ્રમાદરહિત જ્ઞાનસહિત શાન્ત પરિણામી થયો પાત્રની ભક્તિમાં પ્રવર્તે. ૨-તુષ્ટિ-દેવામાં અતિ આસક્ત, પાત્રલાભને પરમ નિધાનનો લાભ માને. ૩-શ્રદ્ધા, ૪-વિજ્ઞાન, ૫-અલોલુપ, ૬–સાત્ત્વિક, ૭-ક્ષમા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com