________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૨૯
વૃદ્ધિવરન્] ઉત્તમ તપ તથા સ્વાધ્યાયની વૃદ્ધિ કરનાર છે [ તત્ વ ] તે જ [ ૩યં] દેવા યોગ્ય
છે.
ટીકાઃ- “યત્ (વસ્તુ) રાધેષ સંયમ મ ડુ: મયાવિશું ન રુતે તત્ વ મુતપ: સ્વાધ્યાયવૃદ્ધિ દ્રવ્યું લેયમ્'-અર્થ-જે વસ્તુ રાગ, દ્વેષ, અસંયમ, મદ, દુઃખ અને ભય ઉત્પત્તિનું કારણ નથી અને જે વસ્તુ તપ અને શાસ્ત્રના સ્વાધ્યાયને વધારનાર છે તેનું જ દાન કરવું જોઈએ.
ભાવાર્થ:- જે દ્રવ્યનું દાન આપવાથી પોતાના કર્મોની નિર્જરા થાય અને પાત્રજીવોને તપ, સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિ થાય તેવા દ્રવ્યોનું જ દાન શ્રાવકે આપવું જોઈએ. જેનાથી આળસ વગેરેની વૃદ્ધિ થાય એવાં ગરિષ્ઠ ભોજન વગેરેનું દાન આપવું નહિ. આવું ઉત્કૃષ્ટ દાન ચાર પ્રકારનું છે. ૧-આહારદાન-શરીરની સ્થિરતા માટે આહાર આપવો તે પહેલું દાન છે. ૨ઔષધદાન-રોગાદિની પીડા દૂર કરવા માટે ઔષધ આપવું તે બીજાં દાન છે. ૩-જ્ઞાનદાનઅજ્ઞાનનો નાશ અને જ્ઞાનનો વિકાસ કરવા માટે શાસ્ત્ર વગેરે આપવાં તે ત્રીજું જ્ઞાનદાન છે. ૪-અભયદાન-જંગલમાં ઝૂંપડી, વસતિકા, ધર્મશાળા વગેરે બંધાવી આપવી. અંધારાવાળા રસ્તામાં પ્રકાશ આદિ થાય તેવી વ્યવસ્થા કરાવી આપવી તે ચોથું અભયદાન છે. આ રીતે આત્મકલ્યાણના નિમિત્તે દાન આપવું તે જ ખરું દાન છે. પણ જે વસ્તુઓનું દાન આપવાથી સંસારના વિષય આદિ અને રાગદ્વેષની વૃદ્ધિ થાય એવું દાન ન આપવું જોઈએ.
જેમ કે-પૃથ્વીનું દાન, હાથી, ઘોડા, સોનું, ચાંદી, સ્ત્રી વગેરેનું દાન કરવું તે. જેનાથી રાગદ્વેષની વૃદ્ધિ થાય તેને જ કુદાન કહે છે. આવું દાન કરવાથી હલકી ગતિના બંધ સિવાય બીજાં કાંઈ થતું નથી, માટે એવું કુદાન ન કરવું જોઈએ. ૧૭૦.
હવે પાત્રોના ભેદ બતાવે છે
पात्रं त्रिभेदमुक्तं संयोगो मोक्षकारणगुणानाम्। अविरतसम्यग्दृष्टि: विरताविरतश्च सकलविरतश्च ।। १७१।।
અન્વયાર્થઃ- [ મોક્ષવાળાTના+] મોક્ષના કારણરૂપ ગુણોનો અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રરૂપ ગુણોનો [ સંયોT: ] સંયોગ જેમાં હોય, એવા [પાā] પાત્ર [ અવિરતસચદૃષ્ટિ:] વ્રતરહિત સમ્યગ્દષ્ટિ [૨] તથા [ વિરતાવિરત:] દેશવ્રતી [૨] અને [ સનવિરત:] મહાવ્રતી [ ત્રિમેમ્] ત્રણ ભેદરૂપ [ 8 ] કહેલ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com