________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા:- ‘: તિ પરિમિતમો : સન્ત: વડુતરાન મોકIIન ત્યગતિ તક્ષ્ય વડુતરહિંસાવિરા વિશિષ્ટ મહિંસા ચાતા '–અર્થ-આ રીતે જે શ્રાવક ભોગ-ઉપભોગના પદાર્થોથી સંતુષ્ટ થયો થકો ઘણા ભોગ-ઉપભોગના પદાર્થોને છોડી દે છે તેને ઘણી હિંસા ના થવાના કારણે વિશેષ અહિંસા થાય છે.
ભાવાર્થ- જે શ્રાવક ભોગઉપભોગના પદાર્થોનો મર્યાદાપૂર્વક ત્યાગ કરતો રહે છે તેને તેટલા જ અંશે સંતોષ પ્રગટ થઈને અહિંસા પ્રગટ થાય છે. તે વસ્તુઓના જીવોની હિંસા નહિ થવાથી દ્રવ્યહિંસા થતી નથી તથા એટલા જ અંશે લોભ કષાયનો ત્યાગ થવાને લીધે ભાવહિંસા પણ થતી નથી. તેથી (અકષાય જ્ઞાતાસ્વરૂપમાં-સાવધાન એવા) ત્યાગી મનુષ્યને અવશ્ય જ વિશેષ અહિંસા હોય છે. આ રીતે ભોગ-ઉપભોગપરિમાણ નામના ત્રીજા શિક્ષાવ્રતનું વર્ણન કર્યું.૧૬૬.
હવે ચોથા વૈયાવૃત્ત (અતિથિસંવિભાગ) નામના શિક્ષાવ્રતનું વર્ણન કરે છે -
विधिना दातगुणवता द्रव्यविशेषस्य जातरूपाय। स्वपरानुग्रहहेतोः कर्तव्योऽवश्यमतिथये भागः।। १६७।।
અન્વયાર્થઃ- [ વાતૃળવતા] દાતાના ગુણવાળા ગૃહસ્થ [૧નાતરુપીય ગતિથયે] દિગંબર મુનિને [સ્વપSIનુદદેતો.] પોતાના અને પરના અનુગ્રહના હેતુથી [દ્રવ્યવિશેષરચ] વિશેષ દ્રવ્યનો અર્થાત્ દેવા યોગ્ય વસ્તુનો [ભાT: ] ભાગ [ વિધિના] વિધિપૂર્વક [અવશ્યમ્ ] અવશ્ય જ [ »ર્તવ્ય: ] કર્તવ્ય છે.
ટીકા:- ‘વિધિની વાતૃણવતા દ્રવ્યવિશેષચ નીતરુપીય ગતિથયે સ્વારીનુગ્રહતો: અવશ્ય ભાસT: »ર્તવ્ય:'–અર્થ-નવધાભક્તિપૂર્વક તથા દાતારના સાત ગુણ સહિત જે શ્રાવક છે. તેણે દાન દેવા યોગ્ય વસ્તુનું જે ગુણવાન પાત્ર છે તેમને પોતાના અને પરના ઉપકારના નિમિત્તે અવશ્ય દાન કરવું જોઈએ.
ભાવાર્થ- શ્રાવક જે ન્યાયપૂર્વક ધન પેદા કરે છે તેણે પોતાના ધનમાંથી થોડુંઘણું ધન ચારે સંઘના દાન નિમિત્તે કાઢવું જોઈએ અને તેનું વિધિપૂર્વક દાન આપવું જોઈએ. તેથી તેના ધનનો સદુપયોગ થઈને કર્મોની નિર્જરા થાય અને ચારે સંઘ પોતાનાં તપની વૃદ્ધિ કરે. ૧૬૭.
૧. જાતરૂપા = જમ્યા પ્રમાણે (નિર્દોષ) જેવા રૂપમાં હતા તેવા અર્થાત્ નગ્ન દિગમ્બર, અથવા ઉત્તમ
ગુણો સહિત અતિથિ. અતિથિ = જેમના આગમનની તિથિનો નિયમ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com