________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ભાવાર્થ:- આચારશાસ્ત્રમાં જે પદાર્થો અભક્ષ્ય અને નિષેધ્ય બતાવ્યા છે તે બધાનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે ચામડામાં રાખેલ અથવા ચામડાનો સ્પર્શ થયો હોય તેવું પાણી, નળનું પાણી, ચામડામાં રાખેલ વા ચામડાનો સ્પર્શ થયો હોય તેવાં ઘી, તેલ; ચામડામાં રાખેલ હીંગ વગેરે પણ અશુદ્ધ છે. તેથી તે ખાવા નહિ. ૪૮ મિનિટથી વધારે વખત રહેલું કાચું દૂધ, એક દિવસ ઉપરાંતનું દહીં, બજારનો લોટ, અજાણ્યાં ફળ, રીંગણાં, સડેલું અનાજ, બહુબીજવાળી વસ્તુઓ ખાવી નહિ. મર્યાદા ઉપરાંતનો લોટ ખાવો ન જોઈએ.
૧૨૪ ]
બત્રીસ આંગળ લાંબા અને ચોવીસ આંગળ પહોળા બેવડા કરેલા સ્વચ્છ, જાડા કપડાથી પાણી ગાળીને પીવું. તે ગાળેલા કાચા પાણીની મર્યાદા ૪૮ મિનિટની છે. ગાળેલા પાણીમાં જો લવિંગ, એલચી, મરી વગેરેનો ભૂકો કરીને નાખવામાં આવે અને તેનું પ્રમાણ એટલું હોય કે તે પાણીનો રંગ અને સ્વાદ બદલાઈ જાય તો તે પાણીની મર્યાદા છ કલાકની છે અને પાણીને ઉછાળો આવે તેવું ઉકાળવામાં આવે તો તેની મર્યાદા ૨૪ કલાકની છે. આ રીતે પાણીના ઉપયોગમાં આચરણ કરવું જોઈએ. પાણીનું ગાળણ જ્યાંથી પાણી આવ્યું હોય ત્યાં મોકલવું જોઈએ. આ રીતે શ્રાવકે પોતાના ભોગ-ઉપભોગની સામગ્રીમાં વિવેક રાખીને ત્યાગ અને ગ્રહણ કરવાં જોઈએ. ૧૬૩.
વિશેષ કહે છે:
अविरुद्धा अपि भोगा निजशक्तिमपेक्ष्य धीमता त्याज्याः। अत्याज्येष्वपि सीमा कार्यैकदिवानिशोपभोग्यतया।। १६४।
અન્વયાર્થ:- [ ધીમતા] બુદ્ધિમાન મનુષ્ય [નિષ્નશસ્તિમ્] પોતાની શક્તિ [અપેક્ષ્ય ] જોઈને [અવિરુદ્ધા: ] અવિરુદ્ધ [ મો: ] ભોગ [અપિ] પણ [ ત્યાખ્યા: ] છોડી દેવા યોગ્ય છે. અને જે [ અત્યાજ્યેષુ] ઉચિત ભોગ-ઉપભોગોનો ત્યાગ ન થઈ શકે તો તેમાં [ પિ] પણ [y>વિવાનિશોપમો યંતયા] એક દિવસ-રાતની ઉપભોગ્યતાથી [ સીમા] મર્યાદા [ હાર્યા] કરવી જોઈએ.
ટીકા:- ‘ધીમતા નિનશહિમ્ અપેક્ષ્ય વિરુદ્ધા: અપિ મોના: ત્યાખ્યા: તથા અત્યાજ્યેષુ અપિ પુત્ર વિવાનિશોપમોન્યતા સીમા હાર્યાં।' અર્થ:-બુદ્ધિમાન શ્રાવક પોતાની શક્તિનો વિચાર કરીને ખાવા યોગ્ય પદાર્થો પણ છોડે અને જે સર્વથા છૂટી
૧. ઉકાળેલા પાણીની મર્યાદા પૂરી થયા પછી તે પાણી કોઈ કામમાં ન લેવું એવી આશા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com