________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૨૩
મરવા-જીવવાનો કોઈ સંબંધ નથી. બસ એ જ બન્નેમાં ભેદ છે. તેથી ગૃહસ્થ શ્રાવકે સાધારણ વનસ્પતિનો સર્વથા જ ત્યાગ કરવો જોઈએ અને સપ્રતિષ્ઠિત પ્રત્યેકનો પણ ત્યાગ કરવો જોઈએ કેમ કે એક સાધારણ વનસ્પતિના એક શરીરમાં અનંતાનંત જીવ રહે છે. તેથી જ્યારે આપણે એક બટેટું ખાઈએ છીએ ત્યારે અનંતાનંત જીવોનો ઘાત કરીએ છીએ.
- હવે અહીં એક સાધારણ વનસ્પતિનો વિચાર કરવામાં આવે છે. જેમકે એક બટેટું લ્યો. આ બટેટાના જેટલા પ્રદેશો છે તેના કરતાં અસંખ્યાતગુણાં શરીર છે, તે બધાં શરીરના પિંડને
સ્કંધ' કહીએ છીએ. (જેમ એક આપણું શરીર છે, અને તે એક સ્કંધમાં અસંખ્યાત લોકપ્રમાણ “અંડર” છે (જેમ આપણા શરીરમાં હાથ, પગ વગેરે ઉપાંગ છે) અને એક અંડરમાં અસંખ્યાત લોકપ્રમાણ “પુલવી” છે, (જેમ આપણા હાથને આંગળીઓ છે) અને એક પુલવીમાં અસંખ્યાત લોકપ્રમાણ “આવાસ' છે, (જેમ એક આંગળીમાં ત્રણ વેઢા હોય છે, અને એક આવાસ માં અસંખ્યાત લોકપ્રમાણ નિગોદના “શરીર' છે. (જેમ એક વેઢામાં અનેક રેખાઓ છે) અને એક નિગોદ શરીરમાં અનંત સિદ્ધ (મુક્તાત્મા)ની રાશિથી અનંતગુણા જીવ છે (જેમ એક આંગળીની રેખામાં અસંખ્યાત પ્રદેશ છે) એ રીતે એક બટેટામાં અથવા એક બટેટાના ટૂકડામાં અનંતાનંત જીવ રહે છે. તેથી આવી વનસ્પતિઓનો શીધ્ર ત્યાગ કરવો જોઈએ. ૧૬૨.
વિશેષપણે બતાવે છે
नवनीतं च त्याज्यं योनिस्थानं प्रभूतजीवानाम्। यद्वापि पिण्डशुद्धौ विरुद्धमभिधीयते किञ्चित्।।१६३।।
અવયાર્થઃ- [૨] અને [પ્રભૂતનીવાનામ્] ઘણા જીવોના [ યોનિથાન] ઉત્પત્તિસ્થાનરૂપ [ નવનીતં] નવનીત અર્થાત્ માખણ [ત્યાચં ] ત્યાગ કરવા યોગ્ય છે. [વા] અથવા [ fgvcશુદ્ધી] આહારની શુદ્ધિમાં [શ્વિત ] જે થોડું પણ [ વિરુદ્ધ ] વિરુદ્ધ [મથી તે] કહેવામાં આવે છે [ ત] તે [ ]િ પણ ત્યાગ કરવા યોગ્ય છે.
ટીકા:- ‘પ્રભૂત નીવાનાં યોનિરથાને નવનીતું ચીજું વા પડશુદ્ધી યશ્વિત વિરુદ્ધ ગરમીયતે તત્ કરિ ત્યાખ્યમ્' અર્થઘણા જીવોને ઊપજવાનું સ્થાન એવું માખણ અને તાજાં માખણ તે પણ ત્યાગ કરવા યોગ્ય છે અને આહારશુદ્ધિમાં જે કાંઈ પણ નિષિદ્ધ છે તે બધું જ છોડવું જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com