________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
તો કહે છે:
इत्थमशेषितहिंसाः प्रयाति स महाव्रतित्वमुपचारात्। उदयति चरित्रमोहे लभते तु न संयमस्थानम्।।१६० ।।
અવયાર્થઃ- [ રૂલ્યમ] આ રીતે [ગોષિતહિંસા: ] સંપૂર્ણ હિંસાઓથી રહિત [ :] તે પ્રોષધ ઉપવાસ કરનાર પુરુષ [ ઉપવાRI] ઉપચારથી અથવા વ્યવહારનયથી [મદાવ્રતિā] મહાવ્રતપણું [પ્રયાતિ] પામે છે, [1] પણ [ ચરિત્રમોદે] ચારિત્રમોહના [ ૩યતિ] ઉદયરૂપ હોવાના કારણે [ સંયમરથાનમ્ ] સંયમસ્થાન અર્થાત્ પ્રમાદિ ગુણસ્થાન [ન તમને] પ્રાપ્ત કરતો નથી.
ટીકાઃ- “ફલ્ય ગોષિતહિંસા: સ. (કાવવ:) ઉપચારાત્ મદાવ્રતિવં પ્રયાતિ, તુ ચરિત્રમોદે ૩યતિ (સતિ) સંયમસ્થાને ન નમત'–અર્થ-આ રીતે જેને હિંસા બાકી છે એવો શ્રાવક ઉપચારથી મહાવ્રતપણે પામે છે. ખરી રીતે તે મહાવ્રતી નથી, કેમકે પ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી તે શ્રાવક મહાવ્રત સંયમને પ્રાપ્ત થઈ શકતો નથી.
ભાવાર્થ- વાસ્તવમાં જેને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભનો અભાવ થઈ ગયો છે તે જ મહાવ્રતી સંયમી કહેવાય છે. પણ જેમને તે કષાયોનો અભાવ થયો નથી પણ તેને દ્રવ્યરૂપ પાંચે પાપોનો અભાવ થઈ ગયો હોય તો તેને ઉપચારથી મહાવ્રત છે; ખરી રીતે મહાવ્રત નથી, કેમકે પૂર્ણ સંયમ પ્રમત્ત ગુણસ્થાનમાં જ શરૂ થાય છે અને પ્રમત્ત ગુણસ્થાન પ્રત્યાખ્યાનાવરણ કષાયના અભાવ વિના થતું નથી. આ રીતે પ્રોષધોપવાસનું વર્ણન કર્યું. આ પ્રોષધોપવાસ બધા શ્રાવકોએ કરવો જોઈએ, કેમ કે એમાં પાંચ મહાપાપોનો ત્યાગ થઈ જાય છે અને પાંચ ઇંદ્રિયોના વિષય તથા કષાયોનું દમન પણ થાય છે. જે ગૃહસ્થ કેવળ માન-મોટાઈ માટે જ ઉપવાસ કરે છે અને પોતાના કષાયોનો ત્યાગ કરતા નથી તેમને ઉપવાસ કરવો એ ન કરવા સમાન જ છે. ૧૬O.
ત્રીજું શિક્ષાવ્રત-ભોગપભોગપરિમાણ
भोगोपभोगमूला विरताविरतस्य नान्यतो हिंसा। अधिगम्य वस्तुतत्त्वं स्वशक्तिमपि तावपि त्याज्यौ।। १६१।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com