________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૧૯
અન્વયાર્થઃ- [fr] ખરેખર [ મનીષા ] આ દેશવ્રતી શ્રાવકને [ભોગપભોગ ] ભોગ-ઉપભોગના હેતુથી [ સ્થાવરહિંસા ] સ્થાવર અર્થાત્ એકેન્દ્રિય જીવોની હિંસા [ભવેત્] થાય છે પણ [ મો રેપમો વિરહી] ભોગ-ઉપભોગના ત્યાગથી [હિંસીયા:] હિંસા [ નેશ: પ] લેશ પણ [ન ભવતિ] થતી નથી.
ટીકાઃ- “નિ અમીષાત્ (શ્રાવવાનામ્ ) મોનોપમો દેતો. રસ્થાવરહિંસા ભવેત્ (મત: ઉપવાસે) મોરોપમોરાવિરદાન્ત હિંસાયા: નેશોપિ ન ભવતિ''–અર્થ-નિશ્ચયથી શ્રાવકોને ભોગઉપભોગના પદાર્થો સંબંધી સ્થાવરહિંસા થાય છે, કેમકે ગૃહસ્થ શ્રાવક ત્રસહિંસાનો તો પૂર્ણ ત્યાગી જ છે. જ્યારે ગૃહસ્થ ઉપવાસમાં સમસ્ત આરંભ-પરિગ્રહ અને પાંચે પાપનો સંપૂર્ણ ત્યાગ કરી દે છે ત્યારે તેને ઉપવાસમાં સ્થાવરહિંસા પણ થતી નથી. આ કારણે પણ તેને અહિંસા મહાવ્રતનું પાલન થાય છે. ૧૫૮.
એ જ રીતે ઉપવાસમાં અહિંસા મહાવ્રતની જેમ બીજાં ચાર મહાવ્રત પણ પળાય છે એ વાત બતાવે છે:
वाग्गुप्तेर्नास्त्यनृतं न समस्तादानविरहतः स्तेयम्। नाब्रह्म मैथुनमुचः सङ्गो नाङ्गेप्यमूर्छस्य ।। १५९ ।।
અન્વયાર્થ- અને ઉપવાસધારી પુરુષને [વા ગુપ્ત:] વચનગુપ્તિ હોવાથી [બનૃત] જૂઠું વચન [] નથી, [ સમસ્તાવાનવિરત:] સંપૂર્ણ અદત્તાદાનના ત્યાગથી [ સ્તયમ્ ] ચોરી [7] નથી, [ મૈથુનમુa] મૈથુન છોડનારને [ મદ્રા] અબ્રહ્મચર્ય [] નથી અને [ ] શરીરમાં [ નમૂછંચ ] નિર્મમત્વ હોવાથી [ સY:] પરિગ્રહ [બપિ ] પણ [૧] નથી.
ટીકાઃ- “વાપુણે: અમૃત નાસ્તિ, સમસ્તાવાનવિરત: સ્લેયં નાસ્તિ, મૈથુનમુવ. અબ્રહ્મ નાસ્તિ, જે કપિ મૂઈચ : નાસ્તા'—અર્થ ઉપવાસધારી પુરુષને વચનગુપ્તિ પાળવાથી સત્ય મહાવ્રત પળાય છે, દીધા વિનાની સમસ્ત વસ્તુઓનો ત્યાગ હોવાથી અચૌર્ય મહાવ્રત પળાય છે, સંપૂર્ણ મૈથુન કર્મનો ત્યાગ હોવાથી બ્રહ્મચર્ય મહાવ્રત પળાય છે અને શરીરમાં જ મમત્વપરિણામ ન હોવાથી પરિગ્રહત્યાગ મહાવ્રત પળાય છે. એ રીતે ચાર મહાવ્રત પાળી શકે છે. ૧૫૯.
હવે અહીં કોઈ શંકા કરે કે જો શ્રાવકને પણ મહાવ્રત છે અને મુનિઓને પણ મહાવ્રત છે તો બન્નેમાં તફાવત શું છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com