________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ધર્મધ્યાનપૂર્વક જ સમય વિતાવવો, ત્યારે જ તેનો ઉપવાસ કરવો સાર્થક છે; કારણ કે વિષયકષાયોના ત્યાગ માટે જ ઉપવાસ વગેરે કરવામાં આવે છે. ૧૫૬.
ઉપવાસ કરવાનું ફળ બતાવે છે:
इति यः षोडशयामान् गमयति परिमुक्तसकलसावद्यः। तस्य तदानीं नियतं पूर्णमहिंसाव्रतं भवति।।१५७ ।।
અન્વયાર્થ:- [:] જે જીવ [ તિ] આ રીતે [પરિગુરુસત્તસાવદ્ય: સત્] સંપૂર્ણ પાપક્રિયાઓથી રહિત થઈને [ ષોડશયામાન] સોળ પહોર [મિતિ] વિતાવે છે [૨] તેને [ તવાન] તે વખતે [ નિયત ] નિશ્ચયપૂર્વક [પૂર્ણ ] સંપૂર્ણ [હિંસાવ્રત] અહિંસાવ્રત [મવતિ] થાય છે.
ટીકાઃ- “તિ (પૂરુરીત્યા) : (શ્રાવ:) પરિમુbસવનસાવા: પોડશયામાન સમયતિ, ત૨ (શ્રાવ ) તવાની નિયત પૂર્ણ હિંસાવૃતં મવતિ'–અર્થ-જેવી રીતે ઉપવાસની વિધિ બતાવી છે તેવી રીતે જે શ્રાવક સંપૂર્ણ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરી સોળ પહોર વિતાવે છે તે શ્રાવકને તે સોળ પહોરમાં નિયમથી પૂર્ણ અહિંસાવ્રતનું પાલન થાય છે.
ભાવાર્થ:- ઉપવાસ ત્રણ પ્રકારે છે:–ઉત્કૃષ્ટ ઉપવાસ સોળ પહોરનો છે, મધ્યમ ઉપવાસ બાર પહોરનો છે, જઘન્ય ઉપવાસ આઠ પહોરનો છે.
જેમ (૧) સાતમને દિવસે બાર વાગ્યે ઉપવાસ ધારણ કર્યો અને નોમને દિવસે બાર વાગ્યે
પારણું કર્યું તો સોળ પહોર થયા તે ઉત્કૃષ્ટ ઉપવાસ છે. (૨) સાતમને દિવસે સંધ્યા સમયે પાંચ વાગ્યે ઉપવાસ ધારણ કર્યો અને નોમને દિવસે
સાત વાગ્યે પારણું કરે તો એ બાર પહોરનો મધ્યમ ઉપવાસ છે. (૩) જઘન્ય ઉપવાસ આઠ પહોરનો છે. એ આઠમને દિવસે સવારમાં આઠ વાગ્યે ધારણ
કરવામાં આવે અને નોમને દિવસે સવારે આઠ વાગ્યે પારણું કરવામાં આવે તે આઠ પહોરનો જઘન્ય ઉપવાસ થયો. આ રીતે ઉપવાસનું વર્ણન પૂર્ણ થયું. ૧૫૭.
ઉપવાસમાં વિશેષપણે અહિંસાની પુષ્ટિ
भोगोपभोगहेतोः स्थावरहिंसा भवेत् किलामीषाम्। भोगोपभोग विरहाद्भवति न लेशोऽपि हिंसायाः।। १५८ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com