________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૧૭
જીવરહિત [દ્રવ્યઃ] દ્રવ્યોથી [ થો$] આર્ષ ગ્રન્થોમાં કહ્યા પ્રમાણે [fજનપૂનાં ] જિનેશ્વરદેવની પૂજા [નિર્વર્ત ] કરવી.
ટીકા - ‘તત: પ્રાત: પ્રોત્થાય તાન્ઝાતિ ઝિયાવં કૃત્વા થોરું પ્રારા: દ્રવ્યું: જિનપૂનાં નિર્વતૈયેતા'-અર્થ-સૂતા પછી ચાર વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં જાગ્રત થઈને સામાયિક અને ભજન-સ્તુતિ વગેરે કરીને શૌચાદિ સ્નાન વગેરે કરી પ્રાસુક આઠ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી તથા સ્વાધ્યાય વગેરે કરવાં.
ભાવાર્થ- આચાર્યોનો અભિપ્રાય અહીં પ્રાસુક દ્રવ્યોથી પૂજન કરવાનો છે તેથી જળને લવિંગ દ્વારા પ્રાસુક બનાવી લેવું જોઈએ અથવા જળ ઉકાળી લેવું જોઈએ અને તે જળથી દ્રવ્યો ધોવાં જોઈએ. ભગવાનની પૂજા માટે મોસંબી, નારંગી, સીતાફળ, શેરડી આદિ સચિત્ત વસ્તુઓ ઉપવાસના વ્રતધારીએ કદીપણ ચઢાવવી નહિ. ૧૫૫.
उक्तेन ततो विधिना नीत्वा दिवसं द्वितीयरात्रिं च। अतिवाह्येत्प्रयत्नादर्धं च तृतीयदिवसस्य।। १५६ ।।
અન્વયાર્થઃ- [ તત:] ત્યાર પછી [ ૩૧ ] પૂર્વોક્ત [ વિધિના] વિધિથી [ રિવર્સ ] ઉપવાસનો દિવસ [] અને [ દ્વિતીયરાત્રિં] બીજી રાત્રિ [નીત્વા] વિતાવીને [૨] પછી [તૃતીયવિસર્ચ ] ત્રીજા દિવસનો [ ગઈ ] અર્ધભાગ પણ [પ્રયત્નાત્] અતિશય યત્નાચારપૂર્વક [ ગતિવીર ] વ્યતીત કરવો.
ટીકાઃ- “તત: ઉજ્જૈન વિના વિલં નીત્વી ર ક્રિતીય રાત્રેિ નીત્વ વ તૃતીય વિસર્ચ મર્દ પ્રયત્નાત મતિવારતા'અર્થ-પછી જેવી રીતે ધર્મધ્યાનથી પહેલો અર્ધો દિવસ વિતાવ્યો હતો તેવી જ રીતે બીજો દિવસ વિતાવીને, તથા જેવી રીતે સ્વાધ્યાયપૂર્વક પહેલી રાત્રિ વિતાવી હતી તેવી જ રીતે બીજી રાત્રિ વિતાવીને ખૂબ પ્રયત્નપૂર્વક ત્રીજો અર્થો દિવસ પણ વિતાવવો.
ભાવાર્થ:- જેવી રીતે ધારણાનો દિવસ વિતાવ્યો હતો તેવી જ રીતે પારણાનો દિવસ વિતાવવો. ધારણાથી લઈને પારણા સુધી સોળ પહોર સુધી શ્રાવકે સારી રીતે
૧. પ્રાસુક = જે દ્રવ્ય સુકાયેલું હોય પાકી ગયેલું હોય, અગ્નિથી તપાવેલું હોય, આમ્ફરસ તથા લવણ મિશ્રિત હોય, કોલ્ડ, સંચો, છરી, ઘંટી આદિ મંત્રોથી છિન્નભિન્ન કરેલ હોય તથા સંશોધિત હોય તે બધાં પ્રાસુક = અચિત્ત છે. આ ગાથા સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રન્થની સંસ્કૃત ટીકામાં તથા ગોમ્મસારની કેશવવર્ગીકૃત સં. ટીકામાં સત્યવચનના ભેદોમાં કહેવામાં આવી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com