________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ભાવાર્થ:- ઉપવાસનો બધો સમય ધર્મધ્યાન વગેરેમાં વિતાવવો જોઈએ. એકાંત સ્થાન વિના ધર્મધ્યાન થઈ શકતું નથી. માટે એકાંત સ્થાન ધર્મશાળા, ચૈત્યાલય વગેરેમાં વાસ કરે અને જો મનમાં વિચાર કરે તો ધાર્મિક વાતોનો જ વિચાર કરે, જો વચન બોલે તો ધાર્મિક વાતોનું જ વિવેચન કરે અને જો કાયાની ચેષ્ટા કરે તો પોતાની મર્યાદા પ્રમાણે જ હરે ફરે, નિરર્થક હરે ફરે નહિ. આ રીતે ત્રણે ગુતિઓનું પાલન કરે. ૧૫૩.
પછી શું કરે તે બતાવે છે:
धर्मध्यानासक्तो वासरमतिवाह्य विहितसान्ध्यविधिम्। शुचिसंस्तरे त्रियामां गमयेत्स्वाध्यायजितनिद्रः।। १५४ ।।
અન્વયાર્થઃ- [ વિહિતીથ્યવિધિમૂ ] જેમાં પ્રાત:કાળ અને સંધ્યાકાળની સામાયિકાદિ ક્રિયા કરીને [ વાસર] દિવસ [ ધર્મધ્યાનારસં9:] ધર્મધ્યાનમાં લીન થઈને [ ઝતિવાહ્ય] વિતાવીને [ સ્વાધ્યાયનિતનિદ્રઃ] પઠન-પાઠનથી નિદ્રાને જીતીને [ શુષિસંસ્તરે ] પવિત્ર પથારી પર [ ત્રિયામાં] રાત્રિ [1 ] પૂર્ણ કરે.
ટીકાઃ- “ધર્મધ્યાનાસો વાર તિવાહ્ય વિદિત સાધ્યવિધિમ્ સ્વાધ્યાયનિતનિદ્રા શુવિરસંસ્તરે ત્રિયામાં સમયેત્ '–અર્થ –ઉપવાસ સ્વીકારીને શ્રાવક, ધર્મધ્યાનમાં લીન થઈ દિવસ પૂર્ણ કરી સંધ્યા સમયે સામાયિક વગેરે કરીને ત્રણ પહોર સુધી પવિત્ર પથારીમાં યથાશક્તિ સ્વાધ્યાય કરીને રાત્રિ પૂર્ણ કરે.
ભાવાર્થ:- આ ઉપવાસ ધારણાનો દિવસ છે તેથી બપોરના બાર વાગ્યાથી સંધ્યાકાળ સુધી ધર્મધ્યાન કરવું, પછી સામાયિક કરવું, પછી સ્વાધ્યાય કરવી, પછી શયન કરવું. યથાશક્તિ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું. પછી પ્રાત:કાળે ચાર વાગ્યે પથારી છોડીને જાગ્રત થઈ જવું. ૧૫૪.
પછી શું કરવું?
प्रातः प्रोत्थाय ततः कृत्वा तात्कालिकं क्रियाकल्पम्। निर्वर्तयेद्यथोक्तं जिनपूजां प्रासुकैर्द्रव्यैः ।। १५५ ।।
અન્વયાર્થ- [ તત:] પછી [પ્રાત:] સવારમાં [પ્રોસ્થાય] ઊઠીને [ તાન્ઝાનિ] તે સમયની [ પ્રિયાત્પન્] ક્રિયાઓ [ કૃત્વા ] કરીને [પ્રભુ: ] પ્રાસુક અર્થાત્
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com