________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૧૫
અન્વયાર્થઃ- [ મુ$સમસ્તારમ્ભ: ] સમસ્ત આરંભથી મુક્ત થઈને [વેદી] શરીરાદિમાં [મમત્વ ] આત્મબુદ્ધિનો [ કપાય] ત્યાગ કરીને [પ્રોષથતિનપૂર્વવાસરચાર્કે] ઉપવાસના આગલા દિવસના અર્ધા ભાગમાં [ ઉપવાસ] ઉપવાસ [ ગૃહીયાત્] અંગીકાર કરવો જોઈએ.
ટીકા:- ‘પ્રોષઘનિપૂર્વવાસરચાર્વે મુજીસસ્તારમ્ભ: વેદાવી મમત્વે પEીય ઉપવાસ દીયાત્ '–અર્થ –ઉપવાસ કરવાના એક દિવસ અગાઉ અર્થાત્ ધારણાના દિવસે સમસ્ત આરંભ છોડીને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને શરીર વગેરેમાં મમત્વભાવ છોડીને ઉપવાસ ગ્રહણ કરવો.
ભાવાર્થ- જેમ કે આઠમનો ઉપવાસ કરવાનો છે તો સાતમના બાર વાગ્યાથી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને, સમસ્ત આરંભનો ત્યાગ કરતો થકો શરીરાદિથી મોહ છોડીને ઉપવાસ ધારણ કરવો. ૧૫૨.
ઉપવાસના દિવસનું કર્તવ્ય श्रित्वा विविक्तवसतिं समस्तसावद्ययोगमपनीय। सर्वेन्द्रियार्थविरतः कायमनोवचनगुप्तिभिस्तिष्ठेत्।। १५३ ।।
અન્વયાર્થ- પછી [વિવિજીવસતિ] નિર્જન વસતિકા-નિવાસસ્થાનમાં [ શિસ્વી ] જઈને [ સમસ્તસાવદ્યયો.i] સપૂર્ણ સાવધયોગનો [ કપનીય] ત્યાગ કરીને [ સર્વેજિયાર્થવિરત: ] સર્વ ઇન્દ્રિયોથી વિરક્ત થઈ [ કાયમનોવનગુપ્તિમઃ] મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ સહિત [તિત ] સ્થિર થાય.
ટીકા - ‘વિવિ} વસતિં શિલ્વી સમરત સાવિદ્યયોનું અપનીય સર્વેન્ટિયાર્થવિરત: છાયમનોવન'તિમિ: તિર્ણતા'–અર્થ જેણે સાતમના દિવસે ઉપવાસ ધારણ કર્યો છે તે શ્રાવક તે જ વખતે એકાંત સ્થાનમાં જઈને હિંસાદિ પાંચે પાપોનો સંકલ્પપૂર્વક ત્યાગ કરીને, પાંચે ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈને મન, વચન અને કાયાને વશ રાખે અર્થાત્ ત્રણે ગુપ્તિનું પાલન કરે.
૧. પ્રાચીન સમયમાં નગર-ગ્રામોની બહાર ધર્માત્માજન મુનિઓને ઉતરવા માટે–આરામ માટે અથવા સામાયિક આદિ કરવા માટે ઝુંપડી કરાવી દેતા, તેને વસતિકા કહેતા હતા. અનેક નગરોમાં
જ પણ જોવામાં આવે છે. ૨-અપધ્યાન = માઠું ધ્યાન, અપકથન અને અપચેષ્ટારૂપ પાપસહિત ક્રિયા. ૩-સમસ્તસાવધયોગનો ત્યાગ = જે સમયે સાવધક્રિયાઓનો ત્યાગ કરે, તે સમયે હું સર્વસાવધયોગનો ત્યાગી થાઉં છું' એવી પ્રતિજ્ઞા કરે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com