________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૦૯
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
પાપોપદેશ અનર્થદંડત્યાગવત કહે છે. શ્રાવક ગૃહસ્થ પોતાના કુટુંબીઓને, ભાઈબંધોને, પોતાનાં સગાંવહાલાંઓને-સંબંધીઓને કે જેમની સાથે પોતાને પ્રયોજન છે તેમને તથા પોતાના સાધર્મી ભાઈઓ છે તેમને તેમનો નિર્વાહ ચલાવવા માટે અવશ્ય વ્યાપાર વગેરેનો ઉપદેશ આપીને નિમિત્ત સંબંધી ચેષ્ટા કરે, પણ જેમની સાથે પોતાને કાંઈ પણ પ્રયોજન નથી તેમને ઉપદેશ ન દેવો જોઈએ. ૧૪૨.
પ્રમાદચર્યા અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપ:
भूखननवृक्षमोट्टनशाड्वलदलनाम्बुसेचनादीनि । निष्कारणं न कुर्याद्दलफलकुसुमोच्चयानपि च ।। १४३।।
અન્વયાર્થ:- [ભૂવનનવૃક્ષમોદનશાલવાનામ્બુસેવનાવીનિ] પૃથ્વી ખોદવી, વૃક્ષ ઉખાડવાં, અતિશય ઘાસવાળી જમીન કચરવી, પાણી સીંચવું વગેરે [૬] અને [વલાસુમોવ્નયાન્] પત્ર, ફળ, ફૂલ તોડવા [વિ] વગેરે પણ [નિર્ળ] પ્રયોજન વિના [ત્ત ર્થાત્] ન કરવું.
ટીકા:- ‘નિષ્કાળ ભૂવનન વૃક્ષમોટ્ટન શાડ્વનવતન અમ્બુસેવનાવીનિ થ વતનસુમોવ્વયાન્ અપિ = 7 છુર્યાત્'-અર્થ:વિના પ્રયોજને પૃથ્વી ખોદવી, વૃક્ષ ઉખાડવા, ઘાસ કચરવું, પાણી સીંચવું-ઢોળવું તથા પાંદડાં, ફળ, ફૂલો તોડવાં, ઇત્યાદિ કોઈ પણ કાર્ય ન કરવું.
ભાવાર્થ::- ગૃહસ્થ શ્રાવક પોતાના પ્રયોજન માટે કાંઈ પણ કરી શકે છે, પણ જેમાં પોતાનો કાંઈ પણ સ્વાર્થ નથી, જેમકે રસ્તે ચાલતાં વનસ્પતિ વગે૨ે તોડવી ઇત્યાદિ નકામાં કામ ન કરવાં જોઈએ. એને જ પ્રમાદચર્યાઅનર્થદંડત્યાગવ્રત કહે છે. ૧૪૩.
હિંસાપ્રદાન અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપ:
असिधेनुविषहुताशनलाङ्गलकरवालकार्मुकादीनाम् । वितरणमुपकरणानां हिंसायाः परिहरेद्यत्नात् ।। १४४ ।।
અન્વયાર્થ:- [ અસિ–ઘેનુ-વિષ- ુતાશન-ના ન-જવાન-હાર્દુળાવીનામ્ ] છરી, વિષ, અગ્નિ, હળ, તલવાર, ધનુષ આદિ [ હિંસાયા: ] હિંસાનાં [ ૩પતળાનાં ] ઉપકરણોનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com