________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૦૭
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
કરીને [ વેશાત્] મર્યાદા કરેલા ક્ષેત્રમાંથી બહાર [નિયતાતં] જવાનો કોઈ નક્કી કરેલા સમય સુધી [ વિરમળ] ત્યાગ [ રળીય] કરવો જોઈએ.
ટીકા:- ‘તત્રાપિ = વિવ્રતોઽપિ = ગ્રામાપળમવનપાટાવીનામ્ નિયતાનં પરિમાળ પ્રવિધાય વેશાત્ વિરમાં રળીયમ્'-અર્થ:-જે દશે દિશાઓની મર્યાદા દિવ્રતમાં કરી હતી તેમાં પણ ગામ, બજાર, ઘર, શેરી વગેરે સુધી એક દિવસ, એક અઠવાડિયું, પખવાડિયું, મહિનો, અયન, વર્ષ વગેરે નિશ્ચિત કાળ સુધી જવા-આવવાનું પરિમાણ કરીને બહારના ક્ષેત્રથી વિરક્ત થવું એને જ દેશવ્રત કહે છે. આ દેશવ્રતથી પણ અહિંસા પળાય છે. ૧૩૯.
इति विरतो बहुदेशात् तदुत्थहिंसाविशेषपरिहारात् । तत्कालं विमलमतिः श्रयत्यहिंसां विशेषेण ।। १४० ।।
અન્વયાર્થ:- [કૃતિ] આ રીતે [ વહુવેશાત્ વિત:] ઘણા ક્ષેત્રનો ત્યાગ કરનાર [વિનનમતિ: ] નિર્મળ બુદ્ધિવાળો શ્રાવક [તત્કાi] તે નિયમિત કાળે [તવુત્યહિંસાવિશેષપરિહારાત્] મર્યાદાકૃત ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી હિંસા વિશેષના ત્યાગથી [વિશેષેન] વિશેષપણે [અહિંસાં ] અહિંસાવ્રતનો [ શ્રતિ] આશ્રય કરે છે.
ટીકા:- ‘કૃતિ વવેશાત્ વિતો વિમલમતિ: તત્કાનું તલુત્ફહિંસાવિશેષપરિહારાત્ વિશેષેળ અહિંસાં શ્રયતિ।'-અર્થ:-આ રીતે દિવ્રતમાં કરેલા ક્ષેત્રનું પરિમાણ કરીને તે ક્ષેત્ર બહાર હિંસાનો ત્યાગ થવા છતાં પણ ઉત્તમ બુદ્ધિવાળો શ્રાવક જો તે વખતે બીજા પણ થોડા ક્ષેત્રની મર્યાદા કરે છે તો તે વિશેષપણે અહિંસાનું આશ્રય કરે છે. જે મનુષ્ય જીવનપર્યંત દક્ષિણમાં કન્યાકુમારી અને ઉત્તરમાં હિમાલય સુધીનું દિવ્રત કર્યું છે તે કાયમ તો હિમાલય જતો નથી તેથી તે દરરોજ એવી પ્રતિજ્ઞા કરે છે કે આજ હું ‘છપારા ’ ગામમાં જ રહીશ, બહાર નહીં જાઉં. તો જે દિવસે તે ‘છપારા’ સુધીનો જ નિયમ કરે છે તેને તે દિવસે ‘છપારા’ની બહારના પ્રદેશમાં અહિંસા મહાવ્રતનું પાલન થાય છે. ૧૪૦.
ત્રીજા અનર્થદંડત્યાગ નામના ગુણવ્રતનું સ્વરૂપ:
પ્રયોજન વિનાના પાપનો ત્યાગ કરવો તેને અનર્થદંડત્યાગવ્રત કહે છે. તેના પાંચ ભેદ છેઃ-૧. અપધ્યાનત્યાગવ્રત, ૨. પાપોપદેશત્યાગવ્રત, ૩. પ્રમાદચર્યાત્યાગવ્રત, ૪. હિંસાદાનત્યાગવ્રત, અને પ. દુઃશ્રુતિત્યાગવ્રત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com