________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૧૦૫
મોક્ષની વાતો કર્યા કરીએ અને મોક્ષના માર્ગની ખોજ કરીએ નહિ તથા તેના અનુસાર ચાલીએ નહિ તો આપણે કદી મોક્ષને પામી શકીએ નહિ અને જે જીવો તેના માર્ગમાં ચાલે છે અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે તે જીવ તરત જ મોક્ષના પરમધામમાં પહોંચી જાય છે. આ રીતે (-તત્ત્વજ્ઞાનપૂર્વક ) પાંચે પાપના ત્યાગપૂર્વક પાંચ અણુવ્રતનું તથા રાત્રિભોજનત્યાગનું વર્ણન કરીને હવે સાત શીલવ્રતોનું વર્ણન કરે છે. કેમ કે સાત શીલવ્રત પાંચ અણુવ્રતની રક્ષા કરવા માટે નગરના કોટ સમાન છે. જેમ કિલ્લો નગરનું રક્ષણ કરે છે તેવી જ રીતે સાત શીલવ્રત પાંચ અણુવ્રતની રક્ષા કરે છે. ૧૩૫.
परिधय इव नगराणि व्रतानि किल पालयन्ति शीलानि। व्रतपालनाय तस्माच्छीलान्यपि पालनीयानि।। १३६ ।।
અન્વયાર્થ- [ વિત્ત ] નિશ્ચયથી [ પરિવય: રૂવ ] જેમ કોટ, કિલ્લો [ નાળિ] નગરોની રક્ષા કરે છે તેવી જ રીતે [ શીતાનિ] ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત-એ સાત શીલ [ વ્રતાનિ] પાંચ અણુવ્રતોનું [પાયન્તિ] પાલન અર્થાત્ રક્ષણ છે. [તરમા ] માટે [વૃતપાનનાય] વ્રતોનું પાલન કરવા માટે [ શીતાનિ] સાત શીલવતો [કપિ ] પણ [પાનનીયાનિ] પાળવાં જોઈએ.
ટીકા:- ‘વિરુન શીતાનિ વૃતાનિ પનિયત્તિ પરિચય: નરાળ રૂવ તરત વ્રતપતિનાય શીતાનિ પાનનીયાનિ'–અર્થ:-નિશ્ચયથી જે સાત શીલવ્રત છે તે પાંચ અણુવ્રતની રક્ષા કરે છે, જેમ કોટ નગરની રક્ષા કરે છે. તેથી પાંચ અણુવ્રતોનું પાલન કરવા માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ સાત શીલવ્રતો અવશ્ય પાળવાં જ જોઈએ. હવે તેનું જ વર્ણન કરે છે તે સાંભળો. ત્રણ ગુણવ્રતોનાં નામ:-૧ દિગ્ગત, ૨ દેશવ્રત, ૩ અનર્થદંડત્યાગવત. ચાર શિક્ષાવ્રતના નામઃ-૧ સામાયિક. ૨ પ્રોપધોપવાસ, ૩ ભોગોપભોગપરિમાણવ્રત, ૪ વૈયાવૃત્ત. ૧૩૬.
પહેલાં દિવ્રત નામના ગુણવ્રતનું સ્વરૂપ કહે છે
प्रविधाय सुप्रसिद्धैर्मर्यादां सर्वतोप्यभिज्ञानैः। प्राच्यादिभ्यो दिग्भ्यः कर्तव्या विरतिरविचलिता।।१३७।।
અન્વયાર્થ:- [ સુપ્રસિદ્ધ ] સારી રીતે પ્રસિદ્ધ [ મિજ્ઞાને ] ગામ, નદી, પર્વતાદિ જુદાં જુદાં લક્ષણોથી [સર્વત:] બધી દિશાએ [ મર્યાવાં] મર્યાદા [પ્રવિધાય]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com