________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૦૩
અપેક્ષાએ અધિક રાગભાવ છે તેથી રાતનું ભોજન બહુ ઓછા માણસોને હોય છે. એ સ્વાભાવિક વાત છે કે દિવસે ભોજન કરવાથી જેટલું સારી રીતે પાચન થાય છે અને જેટલું સારું સ્વાસ્થ્ય રહે છે તેટલું રાત્રે ખાવાથી કદી રહી શક્યું નથી. માટે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ અને દિવસે જ ખાવું જોઈએ. તેથી શંકાકારની જે શંકા હતી તેનું નિરાકરણ થયું. ૧૩૨.
રાત્રિભોજનમાં દ્રવ્યહિંસા
अर्कालोकेन विना भुञ्जानः परिहरेत् कथं हिंसाम् । अपि बोधितः प्रदीपे भोज्यजुषां सूक्ष्मजीवानाम् ।। १३३ ।।
અન્વયાર્થ:- તથા [અર્જાતોÒન વિના] સૂર્યના પ્રકાશ વિના રાત્રે [મુગ્ગાન: ] ભોજન કરનાર મનુષ્ય [વોધિત: પ્રીપે] સળગાવેલા દીવામાં [અવિ] પણ [ભોગ્યનુષાં] ભોજનમાં મળેલા [ સૂક્ષ્મનીવાનામ્] સૂક્ષ્મ જંતુઓની [હિંસા] હિંસા [ i] કેવી રીતે [ પરિક્] છોડી શકે ?
ટીકા:- ‘વોષિતે પ્રીપે અપિ સર્જાતોÒન વિના મુઝ્નાન: ભોગ્યનુાં સૂક્ષ્મનન્નૂનામ્ હિંસાં થં પરિહત્'—અર્થઃ–રાત્રે દીવો સળગાવવા છતાં પણ સૂર્યના પ્રકાશ વિના રાત્રે ભોજન કરનાર મનુષ્ય, ભોજનમાં પ્રીતિ રાખનાર જે સૂક્ષ્મ જંતુઓ વગેરે છે તેની હિંસાથી બચી શકતો નથી.
ભાવાર્થ:- જે પુરુષ રાત્રે દીવા વિના ભોજન કરે છે તેના આહારમાં જો મોટા મોટા ઉંદર વગેરે પણ આવી જાય તોય ખબર પડતી નથી, અને જે પુરુષ રાત્રે દીવો સળગાવી ભોજન કરે છે તેના ભોજનમાં દીવાના સંબંધથી તથા ભોજ્યપદાર્થના સંબંધથી આવનારા નાનાં નાનાં પતંગિયાં, ફૂદાં વગેરે અવશ્ય ભોજનમાં પડે છે અને તેમની અવશ્ય હિંસા થાય છે. તે કા૨ણે એમ સાબિત થયું કે રાત્રે ભોજન કરનાર મનુષ્ય દ્રવ્યહિંસા અને ભાવહિંસા-એ બન્ને પ્રકારની હિંસાને રોકી શક્તો નથી. માટે અહિંસાવ્રત પાળનારે રાત્રિભોજન અવશ્ય ત્યાગવું જોઈએ. જે મનુષ્ય રાત્રે શિંગોડાનાં ભજિયાં વગેરે બનાવીને ખાય છે તેઓ પણ બન્ને પ્રકારની હિંસા કરે છે. ૧૩૩.
किं वा बहुप्रलपितैरिति सिद्धं यो मनोवचनकायैः । परिहरति रात्रिभुक्तिं सततमहिंसां स पालयति ।। १३४ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com